GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

TANKARA:ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

 

ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કલેકટર તથા ટંકારા મામલતદાર પી એન ગોર અને મોરબી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર ઉપસ્થિત રહ્યા હતા.


ટંકારા તાલુકાની વિરપર તથા નવા વિરપર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેકટર ઝવેરી , જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી ચંદ્રિકાબેન, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા ,ગામના સરપંચ મહેશભાઈ લીખીયા ,તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ગડારા તથા તાલુકા ભાજપ મહામંત્રી રૂપસિંહ ઝાલા ,લજાઈ ક્લસ્ટર લાઈઝન CRC કોડીનેટર શૈલેષભાઈ સાણજા વગેરે મહેમાનો હાજર રહ્યા હતા .તથા આશરે 150 વાલીઓ પણ હાજર રહ્યા હતા તમામ મહેમાનો દ્વારા બાલ વાટિકા તથા ધોરણ 1 ના 50 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આંગણવાડીમાં સાત બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારબાદ દાતાશ્રીઓ જસમત સાહેબ તથા દમયંતીબેન દ્વારા બાળકોને સ્કૂલબેગ તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી. ચાવડા ગુણવંતભાઈ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને વોટરબેગ તથા લંચબોક્સ આપવામાં આવ્યા. આ સિવાય ફુલસ્કેપના દાતા બાવરવા ધનજીભાઈ , શિલ્ડ ના દાતા રાજપરા રજનીભાઈ નું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ CET, જ્ઞાન સાધના, NMMS,PSE પરીક્ષા તથા જવાહર નવોદય માં મેરીટ માં આવેલ તમામ બાળકોને ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા .અંતમાં જિલ્લા કલેકટર દ્વારા પ્રેરણાત્મક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું

Back to top button
error: Content is protected !!