હાલોલ:૩૫૦૦/- ના ૩૫,૦૦૦/- કરી ચેક ભર્યાનો ભાંડો ફુટયો, ચેકનો દુરૂપયોગ પડ્યો ભારે,હાલોલ કોર્ટે ફરીયાદ ફગાવી અને હકીકત ધ્યાને લઈને આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો આદેશ કર્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૮.૨૦૨૬
હાલોલના ઘનશ્યામ નગર ખાતે રહેતા વિઠ્ઠલદાસ કંચનલાલ તલાટીએ આર.બી.ફેબ્રીકેશનના પ્રોપરાઈટર રમીઝભાઈ (ભયલુ) બાગવાલા વિરૂધ્ધ હાલોલ કોર્ટમાં ચેક રિટર્નની ફરીયાદ કરેલ ફરીયાદ મુજબ, ફરીયાદી પોતાના ઘરે ફેબ્રીકેશનનું કામકાજ કરતા હોય તે માટે પોતે આરોપીનો સંપર્ક કરેલ જેથી મટીરીયલ લાવવા માટે એડવાન્સ રૂા. ૩૫૦૦૦/- ની માંગણી કરતા આરોપીને રૂા. ૩૫૦૦૦/- રોકડા આપેલા અને તે બાદ આરોપીએ ૨ દિવસમા ફરીયાદીને ત્યાં કામ શરૂ ન કરતા ફરીયાદીએ પોતાના એડવાન્સ આપેલા નાણાંની પરત માંગણી કરતા આરોપીએ ફરીયાદીને શ્રી જનતા સહકારી બેંક લી.હાલોલ નો ચેક નંબર-૧૩૯૫૫૪નો તા.૦૨/૧૨/૨૦૨૪ના રોજનો આરોપીની આર.બી.ફેબ્રીકેશનના માલિક તરીકે આરોપી રમીઝભાઈ ની ગુજરાતીમાં ટુંકી સહી કરીને ફરીયાદી વિઠ્ઠલદાસ કંચનલાલ તલાટીના નામનો આપેલ જે ચેક તા-૦૩/૧૨/૨૦૨૪ના રોજ એકાઉન્ટ કલોઝના શેરા સાથેપરત ફરેલ અને તેના નાણા ફરીયાદીને મળેલા નથી જેથી ફરીયાદીએ આરોપીને તેમના વકીલ શ્રી મારફતે રજી.પો.એડી.થી નોટીસ આપી અને ત્યારબાદ મહે એડી.જયુ.મેજી.શ્રીની કોર્ટમાં ચેક રિટર્નની અંગે ફરીયાદ નોંધાવેલી હતી. આરોપી તરફે વિધ્વાન વકીલશ્રી એ.એમ.બાગવાલા હાજર રહી ઉલટ તપાસ કરેલ જેમા મહત્વની હકીકત બહાર આવેલ કે ફરીયાદીએ પોતે પોતાના મકાન ઉપર લોન લીધેલી છે. તેમજ ફરીયાદી આમે સરફેસી એકટની કલમ-૧૪ હેઠળ લોનની ભરપાઈ ન કરવાના કારણે તેમની સામે કાર્યવાહી પણ થયેલ હતી.આમ, ના.કોર્ટ ધ્વારા પણ તારણ કાઢવામા આવેલ કે ફરીયાદી પાસે મકાન જ રહેવાનુ છે કે કેમ તે નકકી નથી ત્યારે ફેબ્રીકેશનનુ કામ કાજ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમજ ફરીયાદી અન્ય વ્યકિતને માંગ્યા મુજબ તાત્કાલિક રોકડા રૂપિયા પાંત્રીસ હજાર આપી શકે તે માનવા લાયક રહેતુ નથી. વધુમા આરોપી તરફે સ્પષ્ટ સત્ય હકીકતવાળો બચાવ લીધેલ છે કે“આ કામના આરોપી પાસેથી બે વર્ષ અગાઉ રૂા.૩૫૦૦/-વ્યાજે લીધેલા અને તે રકમ વ્યાજ સહિત ચુકવી આપેલ હોવા છતાં ફરીયાદીએ આ ચેકમાં આંકડામા શુન્ય ઉમેરી રકમમા ચેકચાક કરી વધુ વ્યાજની રકમ પડાવવા ખોટી ફરીયાદ કરેલ છે“ જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા વિનંતિ કરેલ જે ધ્યાને લઈ મહે.એડીશનલ હાલોલના સીવીલ તથા એડી.જયુ.મેજી.સાહેબ શ્રી આર.બી.જોષી સાહેબનાઓએ આરોપીપક્ષ ની બચાવ અને દલીલો ગાહય રાખી અવલોકન કરેલ કે, ચેક લખનારની સહી અને ચેકની બોડીનુ બાકીનુ લખાણ અલગ અલગ પેનથી કરવામાં આવેલ છે., બીજા શબ્દોમાં કહીએ તો, સદર ચેક એક જ વ્યકિત ધ્વારા લખાયેલો નથી તેમજ ચેકમા આંકડામા લખેલી રકમ જોવામા આવે તો, રકમ રૂા.૩૫,૦૦૦/- માં છેલ્લુ શુન્ય પાછળથી અલગ પેન વડે લખવાર્મા આવેલ હોવાનુ સ્પષ્ટપણે જણાઈ આવે છે જેથી આરોપીએ હાલના ચેકમાં અંકોમા રકમ રૂા. ૩૫૦૦/- લખી પોતાની સહી કરી હાલનો ચેક ફરીયાદીને આપેલો હોવાનુ જણાઈ ચોકકસપણે જણાઈ આવે છે. આમ, આ કામે આરોપીપક્ષ ઉલટ તપાસના માધ્યમથી ફરીયાદીની તરફેણમાં રહેલા અનુમાનનુ ખંડન કરવામા. સફળ નિવળેલ છે જેથી આરોપી નિર્દોષ છુટવા હકકદાર છે તેવા તારણ ઉપર આવી આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ આપ્યો છે.






