કાયદેસરનુ લ્હેણુ પુરવાર ન થતા 4 લાખના ચેક રિટર્ન કેસમાં કાલોલના આરોપીને હાલોલ કોર્ટે નિર્દોષ છોડી મુક્યો.

તારીખ ૧૧/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
બે લાખથી વધુ રકમના રોકડેથી વ્યવહાર બાબતે ચુકાદાની નકલ સંબંધિત આવકવેરા અધિકારીને મોકલી આપવા આદેશ
હાલોલ તાલુકાના કંજરી ગામમાં રહેતા દેવેન્દ્રભાઈ વિઠલભાઈ પટેલે કાલોલના હનુમાન ફળિયા દાલ ની ખડી ખાતે રહેતા સિકંદરખાન જોરાવરખાન પઠાણ વિરુદ્ધ હાલોલ કોર્ટમાં ચાર લાખ રૂપિયાનો ચેક રિટર્ન અંગે કેસ દાખલ કર્યો હતો ફરિયાદીના જણાવ્યા મુજબ વારંવાર મુલાકાત થતા આરોપી સાથે મિત્રતા થઈ હતી અને આરોપીને પોતાના ધંધા માટે નાણાં ની જરૂર પડતા ચાર લાખ રૂપિયા હાથ ઉછીના માંગતા ફરિયાદીએ ચાર લાખ રૂપિયા બે માસમાં પાછા આપવાની શરતે આપ્યા હતા જે બાદ ઉઘરાણી કરતા આરોપીએ પોતાના કેનેરા બેંક ના ખાતાનો ચાર લાખ રૂપિયાનો ચેક તા ૦૬/૦૮/૨૨ ના રોજ નો લખી આપ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાવતા ડ્રોઅર સિગ્નેચર ડીફર ના શેર સાથે રિટર્ન થયો હતો ત્યારબાદ નોટિસ આપી અને હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદમાં આરોપી તરફે એડવોકેટ એ એસ દિવાન હાજર રહ્યા હતા અને આરોપી તરફે મુખ્ય બચાવ હતો કે કોરા ચેક નો દુરુપયોગ થયો છે આરોપીએ ફરિયાદી પાસે થી કોઈ રકમ હાથ ઉછીની લીધી નથી. ફરિયાદી ની એડવોકેટ એ એસ દિવાન દ્વારા કરેલ ઉલટ તપાસમાં પોતે આરોપીની હોટલ નુ નામ હોટલની માલિકી અંગે કઈ પણ જાણતો નથી તેવું સ્વીકારે છે આરોપીના પરિવારજનો ની કોઈ જાણકારી નથી આરોપીનો ચેક રિટર્ન મેમાં મુજબ સહીમા તફાવતને કારણે રિટર્ન થયેલ છે તેમ છતાં પણ ઉલટ તપાસ ફરિયાદી આ ચેક અપુરતા ભંડોળ ને કારણે રિટર્ન થયા નુ જણાવે છે આમ ફરિયાદીને ચેક ક્યાં કારણે રિટર્ન થયો તે પણ ખબર નથી ચેક ની સહી સિવાયની વિગત અન્ય વ્યક્તિએ ભરી હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપી અને ફરીયાદી સામે ફરિયાદીના ખેતરમાં જુગાર રમવા બાબતે કેસ થયો અને મુદતમાં આવતા હોવાની અને દંડ ભરેલ વિગતો ના સવાલ મા ફરિયાદી આવુ કઈ ખબર નથી તેવુ જણાવે છે. પોતે ખેતી ની લોન લઈને તે રિન્યુ કરાવે છે અને ચાર લાખ જેવી મોટી રકમ હાથ ઉછીની આપે છે.આરોપી તરફે એડવોકેટ જે બી જોશી દ્વારા કરવામાં આવેલ દલીલો અને એપેક્ષ કોર્ટના રજુ કરેલ ચુકાદાઓ ને ધ્યાને લઈને હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા મહત્વપૂર્ણ અવલોકન કરતા નોંધ્યું છે કે મિત્રતા નુ કારણ આપી મોટાભાગના કેસો દાખલ કરવામાં આવતા હોય છે જેમાં ૯૯ ટકા કેસમાં ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવ નો ધંધો થયેલ હોય છે અને વ્યાજે નાણાં લેનાર ઈસમો સામે આવું ધિરાણ કરતા લોકો ન્યાયિક કાર્યવાહી નો દુરુપયોગ કરવામાં આવે છે. પરિણામે વ્યાજે નાણાં લેનાર ને લાંબી ન્યાયિક કાર્યવાહી માથી પસાર થવું પડે છે અને પરેશાની ભોગવવી પડે છે હાલનો વ્યવહાર પણ ઊંચા વ્યાજે નાણા ધીરધારનો છે. તેમ જણાવી ફરિયાદી પોતાનુ કાયદેસરનું લ્હેણુ સાબીત કરી શક્યા ન હોય આરોપી સિકંદરખાન જોરાવરખાન પઠાણ રે. કાલોલને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો તેમજ બે લાખથી વધુ રકમના રોકડેથી વ્યવહાર બાબતે ચુકાદાની નકલ સંબંધિત આવકવેરા અધિકારીને મોકલી આપવા આદેશ આપતા કોરા ચેકમા મોટી રકમ ભરી/ ભરાવી ફરિયાદ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.






