કેનેડાના વિઝા અપાવવા માટે લીધેલ રકમ પેટે રૂ 10 લાખના ચેક રિટર્ન કેસમાં હાલોલ કોર્ટે એક વર્ષની સજા અને રૂ 10 લાખના વળતર નો હુકમ કર્યો.
તારીખ ૨૯/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ના ઉલ્લાસનગર ખાતે રહેતા અને ફેશન ડિઝાઇનર તરીકે કામ કરતા રુચિતા મનહરભાઈ પટેલ દ્વારા યુએસએ અને કેનેડા જવા માટે ના વિઝા પ્રક્રિયા કરી આપનાર કંપની માસ્ટર ટચ કોન્સેપ્ટ પ્રા.લી. ના ઓથોરાઇઝ્ડ ડાયરેક્ટર મેહુલ ચતુર્ભુજ ઠક્કર રે. અલકાપુરી વડોદરા સામે ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ હતી પોતાના ભાઈ વિશ્લેષ ને કેનેડા જવા માટે પાસપોર્ટ વિઝા પ્રક્રિયા કરી આપવા અને છ માસમાં વિઝા અપાવવાની શરત બે તબક્કે વિશ્લેષ દ્વારા પોતાના ખાતામાંથી રૂ 15 લાખ રૂપિયા આરોપી કંપની ના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા પરંતુ કોઈ વિઝા કે પાસપોર્ટ આવ્યા નહી હોવાથી ઉઘરાણી કરતા આરોપીએ રૂ 10 લાખનો એચડીએફસી બેંક માંજલપુર નો તા 23/11/2020 નો ચેક આપ્યો હતો જે ચેક અપુરતા ભંડોળ ને કારણે રિટર્ન થતા આરોપીને નોટિસ આપી હતી અને ત્યારબાદ હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે એડવોકેટ કે ડી મલેક હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. આરોપી તરફે મુખ્ય બચાવ ચેકના દુરુપયોગ અને ફરિયાદીના ભાઈ વિશ્લેષ સાથે આરોપી ની ભાગીદારી તેમજ આરોપીની કંપનીને કેસમાં આરોપી તરીકે જોડેલ નહી હોવાની તકરાર લીધી હતી પણ કંપની નોંધાયેલ હોય તેવો કોઈ પુરાવો રજૂ કર્યો ન હતો.તેમજ ફરિયાદીના ભાઈ વિશ્લેષ ને આરોપી સાથે ભાગીદારી હોય તેવો કોઈ દસ્તાવેજ, હિસાબી ચોપડા, ભાગીદારી કરાર રજુ કરેલ નથી સમગ્ર પૂરવાનું મૂલ્યાંકન કરતા હાલોલના એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ આર બી જોશી દ્વારા આરોપી મેહુલ ચતુર્ભુજ ઠક્કર રે વડોદરા ને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 હેઠળ તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ 10 લાખનું વળતર આપવા આદેશ આપ્યો છે.