GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

હાલોલ કોર્ટ દ્વારા ખુન કેસના આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકી ફરિયાદી ઉપર ફરીયાદ કરવા નો હુકમ કરાતા ચકચાર

 

તારીખ ૦૬/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ગત તા ૨૦/૧૧/૨૦૦૩ ના બનાવ અંગે ફરિયાદી મહેન્દ્રસિંહ નવલસિંહ સોલંકી દ્વારા ફરિયાદ નોંધાવેલ અને તેઓની બાજુમાં રહેતા કુટુંબિક સંબંધી વિજયસિંહ કિરીટસિંહ સોલંકી રે. મહાદેવિયા તા ધોધમ્બા હાલ રે નાસિક સામે જૂની અદાવતે પોતાની પત્ની લીલાબેન ઉપર ઘરના વાડામાં કેરોસીન નાખી સળગાવી દેવાનો અને સારવાર દરમિયાન મોત નીપજાવવાનો ગંભીર આરોપ લગાવેલો સદર કેસ હાલોલ ના એડિશનલ સેસન જ વી.એન મપારા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે એડવોકેટ રાજેશભાઈ પી જોશી અને જે બી જોષી હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. આરોપી તરફે એડવોકેટ આર. પી જોશીની ઉલટ તપાસમાં ફરિયાદીએ સ્વીકાર કર્યો છે કે તેના ઘરના વાડામાં જવું હોય તો તેના ઘરની અંદરથી જવું પડે બનાવ સમય ઘરની અંદર વાડામાં આવતા કોઈપણને જોયા નથી. વધુમાં આરોપી વિજયસિંહ બનાવ સમયે કેરોસીન નો ડબ્બો લઈને ભાગતા જોયા હોવાનું પણ ફરિયાદીની ઉલટ તપાસમાં ખંડન થયુ છે. વધુમાં એફએસએલ રિપોર્ટમાં પણ હાઇડ્રોકાર્બન પાર્ટીકલ ની હાજરી નથી તથા મૃતકના શરીરના કોઈપણ ભાગમાં કેરોસીન ની હાજરી નથી તપાસ દરમિયાન કેરોસીન રિકવર થયું નથી વધુમાં બનાવ વાડામાં બનેલ છે કે ઘરના રૂમમાં તે પણ સ્પષ્ટ નથી.આરોપી નો હત્યાનો કોઈ ઈરાદો સ્પષ્ટ થતો નથી ફરિયાદમાં પણ કોઈ ઉલ્લેખ નથી કે બંને પક્ષ વચ્ચે શું શું મડાગાંઠ હતી. સમગ્ર બાબતે આરોપી એડવોકેટની દલીલોને ધ્યાનમાં રાખીને ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકા રહિત પુરવાર કરી શકેલ ન હોવાથી હાલોલ ના એડિશનલ સેશન્સ જજ વી એન મપારા દ્વારા તા ૦૫/૦૪/૨૫ ના રોજ આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવાનો હુકમ કરી ફરિયાદી ઉપર ફરિયાદ કરવાનો હુકમ કરેલ છે.

Back to top button
error: Content is protected !!