હાલોલ નગર પાલિકા દ્વારા પાવાગઢ રોડ પરના સર્વે નબર 535/1 પરનું કોમ્પલેક્સ તોડવાની કામગીરી હાથ ધરાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૧૧.૨૦૨૫
હાલોલ નગરપાલીકા દ્વવારા આજે બુધવારના રોજ મોજે હાલોલ ના રેવન્યુ સર્વે નંબર 535/1 માં અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલા પાકી દુકાનો પર જેસીબી ફેરવી દૂર કરવામાં આવ્યું હતું.હાલોલના નગરના પાવાગઢ રોડ પર આવેલ નવી કોર્ટ સામે મોજે હાલોલ ના રેવન્યુ સર્વે નંબર 535 /1 ની 73AA ની અવિભાજ્ય જમીનમાં કેટલાક લોકો દ્વારા તંત્રના સક્ષમ અધિકારીઓની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે 46 જેટલી પાકી દુકાનો બધી દેવામાં આવતા પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વવારા શ્રીસરકાર કરવામાં આવતા તે જમીન ઉપર જે કઈ બાંધકામ હોય તે દૂર કરવાનો હુકમ કરતા આજે હાલોલ નગર પાલીકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ પાલિકાની ટીમે હાલોલ ફાયર ટીમ ની મદદ મેળવી આ જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ ને દૂરકરવાની કામગીરી કરવામાં આવી છે.જેને લઈને હાલોલ શહેરના અન્ય ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે પણ પાલિકા આગામી દિવસોમાં પગલા ભરે તેવી ચર્ચાઓ ઉઠવા પામી છે.











