વેજલપુર ગામે દુષ્કર્મ અને હત્યા ની ચકચારી ઘટના ના આરોપીઓના હાલોલ પોકસો કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા

તારીખ ૨૪/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
એક સગીર યુવક ઉપર તેના મિત્રોએ ભેગા મળીને હોટલમાં જમવા લઈ જવાની લાલચ આપીને એક અવારું જગ્યા ઉપર લઇ જઇને બળજબરી પૂર્વક કપડા ઉતારી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ ભોગ બનનાર સગીર યુવાન નું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારનાર ચકચારી ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે અને બનાવ સંદર્ભે વેજલપુર પોલીસ મથકે મૃતક ૧૫ વર્ષીય સગીરના પિતાએ નોંધાવેલ પોલીસ ફરિયાદના આધારે ગત તારીખ:-૨૧/૧૧/૨૦૨૪ ના રોજ રાત્રીના ૮ થી ૯ વાગ્યાની આસ પાસ તેમના સગીર વયના દીકરાને હોળી ચકલા બજારમાથી એક સગીર યુવક બાઇક ઉપર બેસાડીને ચલાલી ચોકડી પાસે લઈ જઈને આરીફ અને ઈમરાન પાસે લઈ જઈને ઉતારેલ અને ત્યાર બાદ કાયદાના સંઘર્ષ મા આવેલ બાળકને ઈમરાન બાઈક ઉપર બેસાડી તેના ઘરે મુકી આવેલ અને ત્યાર બાદ ચલાલી ચોકડી પર મૃતક કિશોર અને આરીફ પાસે આવેલો અને ઈમરાન ઊર્ફે ઈનાન અને આરીફ ઊર્ફે ડીંગુ બન્ને મૃતક કિશોર ને બાઈક ઉપર બેસાડી ચલાલી રોડ ઉપર આવેલા મહાદેવ મંદિર પાસે પ્લોટીંગવાળી જગ્યાની પાછળ લઈ જઈને બળજબરીપૂર્વક સગીર યુવકના કપડાં કાઢી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યાર બાદ સગીર વયના યુવકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો જેમાં સગીર વયના યુવકને મોત ને ઘાટ ઉતારનાર ત્રણેય મિત્રો ફરાર થઈ ગયા હતા. જે ઘટનાની વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે વેજલપુર પોલીસ મથકના પી.આઇ એમ.બી.ગઢવી તથા વેજલપુર પોલીસના સ્ટાફે આરોપીઓને પકડવા માટે ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આરોપીઓની ગણતરીની કલાકોમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર અને સગીર યુવાનનું ગળું દબાવીને હત્યા કરનાર બે આરોપીની અટકાયત કરી હાલોલ પોકસો કોર્ટમાં રજૂ કર્યા હતા.હાલોલ કોર્ટ માં બંને આરોપીના વેજલપુર પોલીસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા જ્યાં હાલોલ નામદાર પોકસો કોર્ટે આ બન્ને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.







