GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વરવાળામાં ડંડા અને લાતોથી પત્નીને માર મારી મોત નીપજાવી લાશ સંતાડી દેનાર પતિને હાલોલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

 

તારીખ ૧૯/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વરવાળા ગામના સુઢળ ફળિયામાં રહેતા લાલો ઉર્ફે ટીકો જશુભાઈ નાયક ગત તા ૨૧/૦૩/૨૨ના રોજ ગામના રસ્તા પર તેની પત્ની સુમિત્રાબેન સાથે ચાલતા જતા હતા. બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો લાલા ઊર્ફે ટીકો જશુભાઈ નાયકના હાથમા દંડો હતો અને દંડા થી તેમ જ લાતોથી પોતાની પત્ની સુમિત્રાને માર મારતો હતો અને તેની પત્નીની રડતી આગળ ચાલતી હતી.મંગળવારના સુમારે પર્વતસિંહ ભયજીભાઈ પટેલના ખેતરમાં શેઠા નજીક એક મહિલાની લાશ મળી આવેલ લાશ ઉપર ઝાડના પાંદડા વાળા ડાળખાં નાખેલા હતા મહિલાએ પીળા કલરની સાડી પહેરી હતી. મોઢાના ભાગે ડાબી આંખ નજીક તથા કપાળના ભાગે અને હાથ ઉપર અને શરીરે વાગ્યાનું નિશાન હતું ગ્રામજનો એકત્ર થતા આ લાશ લાલો ઉર્ફે ટીકો જશુભાઈ નાયકની પત્ની સુમિત્રાબેન ની હોવાની ઓળખ કરવામાં આવી હતી જેથી તેઓના ઘરે જતા તેઓના ઘરે તાળું મારેલું હતું અને લાલો ઉર્ફે ટીકો જશુભાઈ નાસી ગયો હોવાનુ બહાર આવ્યુ હતુ. નટવરસિંહ રતનસિંહ સોલંકીના ખેતરના શેઢા પાસેથી મૃતક મહિલાની લોહીવાળી ઓઢણી તથા દંડો મળી આવેલો પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતાં પતિ દ્વારા ડંડાથી અને લાતો થી માર મારી પત્નીનું મરણ નીપજાવી લાશ ને કોઈ જોઈ ન જાય તે માટે નિકાલ કરવાના ઈરાદે લાશ ઉપર ઝાડના પાંદડા વાળા ડાળખાં નાખી સંતાડી દઈ નાસી છુટેલા પતિ સામે વરવાળા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ વિશાલકુમાર મહેન્દ્રભાઈ સોલંકી દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા તેમજ પુરાવાનો નાશ કરવા ની કલમ હેઠળ ગુનો દાખલ કરી નાસી છુટેલા પતિને એલસીબી પોલીસે બાતમીને આધારે મલાવ ચોકડી પાસેથી ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયો હતો અને ત્યારબાદ તત્કાલીન પીએસઆઈ એમ કે માલવીયા એ તપાસ કરી ગુના વાળી જગ્યાએ થી લોહી માટી વાળા પાંદડા, આરોપી અને ગુજરનાર ના કપડા, જેના વડે હત્યા કરી તે લાકડાનો દંડો કબજે કરી પંચનામુ કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી જે અંગે નો કેસ હાલોલ ના ત્રીજા એડી. સેશન્સ જજ બી ડી પરમારની કોર્ટ મા ચાલી જતા સરકારી વકીલ આર.વાય ત્રિપાઠી ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો ઈરાદો ગુજરનાર ને મારી નાંખવાનો હતો જે મરનાર ના શરીરે એક કરતા વધુ ઈજાઓ જોતા અને ડોકટરની જુબાની જોતા એક કરતા વધુ ઈજાઓ અને માથાના ભાગે ઈજાઓ ને કારણે સ્થળ પર જ મોત નિપજ્યું છે. વધુમા મરણ જનાર ને અન્ય સાથે પ્રેમ સંબધ હોવાનુ પણ મરણ જનાર નુ મોત નીપજાવવાનું કેસના સંજોગો આધારે પ્રબળ કારણ જાહેર કરે છે. વધુમા મરનારની લાશ સંતાડી હતી તે જગ્યા એન લોહીવાળા પાંદડા માટી સાથે કબજે કર્યા હતા તથા લાકડાનો દંડો ત્રણ ફૂટ બે ઈંચ લાંબો જેના બન્ને છેડે લોહી ચોટેલું હતુ તથા આરોપીના કપડા પેન્ટ ના ચેઇન વાળા ભાગે લોહી જેવા ડાઘા તેમજ ગુજરનાર ના કપડા પર અને આરોપીના કપડા પર દંડા પર, પાંદડા, માટી પર એજ જૂથનુ માનવ રૂધિર મળી આવવુ જેવી બાબતો થી ફરિયાદ પક્ષે પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરેલ છે આરોપીએ મરણ જનાર ને મૃત્યુ નીપજાવવા ના ઈરાદા થી કરેલી શારીરિક ઈજાઓ સામાન્ય સંજોગોમાં મૃત્યુ નીપજાવા પુરતું છે. ત્રીજા એડી સેશન્સ જજ બી ડી પરમાર દ્વારા આરોપી લાલાભાઈ ઉર્ફે ટિકો જશુભાઇ નાયક ને ઇપીકો કલમ ૩૦૨ ના ગુના સબબ આજીવન કેદ ની સજા અને રૂ ૧૦,૦૦૦/ નો દંડ અને દંડ નો ભરે તો વધુ એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ ૧૭/૦૯/૨૪ ના રોજ ખુલ્લી અદાલતમાં જાહેર કરેલ છે.

Back to top button
error: Content is protected !!