હાલોલ- શ્રી કૃષ્ણ ગૌશાળામાં ગાયે બે બચ્ચાને જન્મ આપતા અહો આર્શ્ચયમ્
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૧૦.૨૦૨૫
હાલોલ તાલુકા પંચાયત કચેરી સામે આવેલી શ્રી કૃષ્ણ ખાનગી ગૌશાળામાં એક ગૌમાતાએ જોડાકા બચ્ચાઓને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. વિશેષ વાત એ છે કે આ બંને બચ્ચા એક વાછરડો અને એક વાછરડી છે.ત્રણેય ગૌમાતા તથા બંને બચ્ચા સ્વસ્થ છે.પશુચિકિત્સકોના જણાવ્યા મુજબ પશુ જગતમાં આવી ઘટના ખૂબ જ દુર્લભ ગણાય છે. સામાન્ય રીતે જોડાકા બચ્ચા એક જ લિંગના જન્મે છે, એટલે કે બંને વાછરડા અથવા બંને વાછરડીઓ. પરંતુ હાલોલની આ ગૌમાતાએ એક પુરૂષ અને એક સ્ત્રી બચ્ચાને જન્મ આપતાં તે કુદરતની અનોખી ઘટના તરીકે જોવામાં આવી રહી છે.ચિકિત્સકો જણાવે છે કે આવી ઘટના હજારો જન્મોમાં ભાગ્યે જ એક વખત બને છે. કેટલાક કિસ્સાઓમાં બંને બચ્ચા એક જ બીજમાંથી ઉત્પન્ન થાય છે,પરંતુ જો જુદા જુદા બીજમાંથી બને તો એક વાછરડો અને એક વાછરડી જન્મી શકે છે.હાલોલની ગૌશાળામાં આ દુર્લભ પ્રસંગ બનતાં ગૌપ્રેમીઓમાં આનંદ અને આશ્ચર્યનો માહોલ છે.ગૌમાતા અને બંને બચ્ચા હાલ તંદુરસ્ત હાલતમાં છે અને તેમની વિશેષ સંભાળ લેવામાં આવી રહી છે.આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે કુદરતના રમકડાં અને તેની કરામતો અદભૂત છે, અને માનવજાત માટે આશ્ચર્યનું કારણ બની રહે છે.