GUJARATHALOLPANCHMAHAL

હાલોલમા ઉર્સે અમીરે મિલ્લતની ઉજવણી તેમજ ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતીની જશને સજ્જાદગીને લઇ નગરમાં નીકળ્યું ભવ્ય ઝુલુસ

 

રિપોર્ટર.કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૨.૨૦૨૫

હાલોલ નગરમાં બુધવારના રોજ ઉર્સે અમીરે મિલ્લતની ઉજવણી તેમજ વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતીની જશને સજ્જાદગીને લઇ નગરમાં ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું.ગુજરાત સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત એવા સુફી સંત અને નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુફ્તીએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી હાલોલ નગરમાં આન બાન શાનથી કરવામાં આવી હતી.આ ઉર્સ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના રાતીબે રિફાઈ અને મિલાદ કમિટીઓ આવી હતી.જ્યારે જુલુસ હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ અઝીમ પાર્ક થી શરૂ થયું હતું જે નગરના મુખ્ય માર્ગો જેમાં બોમ્બે હાઉસ, કસ્બા હુશેની ચોક,લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ ફુલશહિદ બાબા ની દરગાહ ખાતે પહોંચ્યું હતું.જેમાં મુફતી સૈયદ અમીરુદ્દીન જિલાનીના પપોત્ર અને વડોદરાના ખાનકાહે એહલે સુન્નતનાં ગાદીપતિ સૈયદ અમિરુંદ્દુન બાબા કાદરી તેમજ સૈયદ કબિરુદ્દુન બાબા કાદરી,સૈયદ તાજુદ્દિંન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરી તેમજ અજમેર શરિફના ખાદીમ સૈયદ કાઝમી અનવરહુસૈન તેમજ સૈયદ આતિફ મિયાંની ઉપસ્થિતિમા કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાત્રે હજરત ફૂલશહિદ બાબાની દરગાહ ખાતે રાતીબે રિફાઈનો ભવ્ય ઝલસો યોજાશે જેમાં વડોદરાના ખાનકાહે એહલે સુન્નતના રાતીબે રિફાઈ કમિટી અને સુરત શહેરથી પધારેલ મુરગવાનના રાતીબે રિફાઈ ની કમિટી હાજર રહી હતી ત્યાર બાદ સલાતો સલામ અને દુઆ કરવામાં આવી હતી અને રઝા યંગ સર્કલ દ્વારા નિયાઝ ની વહેચણી કરાઈ હતી.આ પ્રસંગે હાલોલ,વડોદરા,કાલોલ,એરાલ,ગોધરા,આસોજ,પેટલાદ,સુરત,ઘોંઘબા સહિત ગુજરાત ના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!