વેજલપુર પ્રીમિયમ લીગની ફાઈનલ મેચમાં હમઝા ઇલેવનની શાનદાર જીત.

તારીખ ૧૦/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ માઇકો કંપની બાજુમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેજલપુર ગામની 8 ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આજની ફાઇનલ મેચમાં હમઝા ઇલેવન અને એકે ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો જેમાં એકે ઇલેવનને પ્રથમ બેટિંગ કરતા 98 રન બનાવ્યા હતા ત્યારે મોટા સ્કોરનો પીછો કરવા ઉત્તરેલી હમઝા ઇલેવન દ્વારા શાનદાર બેટિંગ કરતા ખરાખરી જગમાં 99 રનનો સ્કોર કરીને જીત મેળવી હતી ત્યારે ફાઇનલની વિજેતા ટીમને વેજલપુર ગામના અર્પિત શેઠ સ્પોન્સર દ્વારા પંદર હજાર અને રનર અપ ટીમને પાંચ હજાર સો રૂપિયા સાથે બન્ને ટીમોને ટ્રોફી અર્પણ કરી હતી ત્યારે ઇનામ અને ટ્રોફીનું વિતરણ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ પૂર્વ ભાજપના જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તેમજ ગામના આગેવાનો નિશાંત શાહ સલીમ કઠીયા, ફારૂક બગલી, હારુન ખડખડ, ઇમરાન બગલી, સતીશભાઈ શેઠ,મહેબૂબ જમાલ, ભુપેન્દ્રસિંહ ચૌહાણ,ચરણભાઈ, અક્રમ કઠીયા મહેન્દ્રભાઈ શેઠ,યાકુબ જમાલ,દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે બેસ્ટ બેટ્સમેન તરીકેની ટ્રોફી હમઝા ઇલેવનના ધુવાંધર બેસ્ટમેન અમન પટેલને અર્પણ કરી હતી જેમને 61 રન ફટકાર્યા હતા તેમજ બેસ્ટ બોલર તરીકેની ટ્રોફી હમઝા ઇલેવનના સલમાન ખૂંધને આપી હતી ત્યારે આજની આ ફાઈનલ મેચ જોવા માટે ગ્રાઉન્ડમાં લોકોની ભીડ જોવા મળી હતી ત્યારે આજની ફાઇનલ મેચ વિજેતાઓને ગ્રામના આગેવાનો દ્વારા ઇનામ અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે બન્ને ટીમોના ખિલાડયો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી હતી.






