ANANDANAND CITY / TALUKOGUJARAT
આણંદ ખાતે શરૂ થયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ આયોજન થયું.
આણંદ ખાતે શરૂ થયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ આયોજન થયું.
તાહિર મેમણ – આણંદ – 07/01/2025 – સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષેની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા /મહાનગર પાલિકા કક્ષા, ઝોનકક્ષા અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે આણંદ જિલ્લામાં શરૂ થયેલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લાકક્ષાની અંડર-૧૭ ભાઇઓની ફૂટબોલ સ્પર્ધા અને આણંદના રામપુરા ખાતેના સરદાર પટેલ રમત સંકુલમાં તાલુકા કક્ષાની બહેનોની ખો-ખો સ્પર્ધાની શરૂઆત જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ કરાવી હતી.
આમ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ ખેલ મહાકુંભ થકી જિલ્લાનું નામ રોશન થાય તે માટે રૂબરુ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.