
નરેશપરમાર.કરજણ-

કરજણ પોલીસ સ્ટેશનમાં ડીજે સંચાલકો સાથે બેઠક યોજાઇ
કરજણ પોલીસ સ્ટેશનમાં ડીજે સંચાલકો સાથે બેઠક: તહેવારોમાં ડીજે વગાડવા માટે માર્ગદર્શિકા જાહેર
કરજણ પોલીસ સ્ટેશનમાં ડીજે સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી જેમાં તહેવારોમાં શોભાયાત્રા દરમિયાન પરવાનગી લીધા પછી જ ડીજે વગાડવાની સૂચના આપવામાં આવી હતી. ડીજે સંચાલકોને પોલીસે ગાઈડલાઈનનું પાલન કરવાના આદેશો આપ્યા હતા. તહેવારોમાં પરવાનગી વગર ડીજે વગાડવું નહીં. સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી અન્ય કોઈ વાહન પર ડીજે વગાડવું નહીં, નહિતર વાહન જમા કરી લેવામાં આવશે. તમાં કોઈપણ એવું ગીત વગાડવું નહીં જેનાથી કોઈ પણ સમાજ કે ધર્મની લાગણી દુભાય. ડીજે ઓપરેટરોએ ખાતરી કરવાની રહેશે કે ગીતો કોઈની લાગણીને ઠેસ ન પહોંચાડે. પોલીસે ડીજે સંચાલકોને ગણપતિના તહેવાર માટે ભગવાનના અથવા હિંદુ ધર્મના ગીતોની પેનડ્રાઈવ ભરીને આપવાની તૈયારી દર્શાવી હતી. પેનડ્રાઈવ સિવાય કોઈપણ ડિવાઈસ, બ્લૂટૂથ કે કેબલથી કનેક્ટ કરી કોઈ ગીત વગાડશે નહીં. જો ગાઈડલાઈનનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પરવાનગીના ભંગ બદલ જાહેરનામા મુજબ ગુનો દાખલ કરી ડીજે જમા કરી લેવામાં આવશે



