DAHODGUJARAT

સામૂહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટના વિવિઘ તબીબો દ્વારા યોજાયો

તા. ૧૭. ૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:સામૂહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટના વિવિઘ તબીબો દ્વારા યોજાયો

આજ રોજ તારીખ.૧૭.૧૦.૨૦૨૪ ના રોજ આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતગર્ત CHC અગાશવાણી ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળો ધાનપુર તાલુકાના અગાશવાણી ગામ ખાતે માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તેમજ જિલ્લા ક્ષય તથા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયાના માગૅદશૅન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ રમન સામુહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણી ના મેડિકલ ઓફિસરશ્રી ,RBSK નોડલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણી ના તમામ સ્ટાફ  અંતર્ગત મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો .જેમાં મેડીસીન ના ૧૨૨, સ્કીન ના ૪૫ મેન્ટલ ૦૭, ડેન્ટલ ૧૪, સર્જરી ૧૦, ગાયનેક ૨૫ પીડિયાતટ્રિક ૧૨ કાન, ૦૮ અને આંખ ના ૧૨ આમ વિવિઘ વિભાગના ૨૫૫ લાભાર્થીઓ એ લાભ લીધો હતો લેપ્રસી અને ટીબી સુપરવાઈઝર સિકલસેલ કાઉન્સેલર , લેબોરેટરી ટેકનીશ્યન તેમજ સ્ટાફ નર્સે દ્વારા એચ.આઇ.વી, ટીબી,હિપેટાઇટિસ, રક્તપિત્ત તેમજ સિકલસેલ વિશે માહીતિ આપી આ હેલ્થ કેમ્પ ની અંદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણી નો આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો

Back to top button
error: Content is protected !!