કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું.
તારીખ ૨૫/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાલોલ નગરપાલિકાના સહયોગ દ્વારા સફાઈ કર્મચારીઓ તેમજ સ્ટાફ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ ઓફિસર ડૉ.ભાવિન ભોઈ, અર્બન સ્ટાફ તેમજ નગરપાલિકા આરોગ્ય સ્ટાફ દ્વારા સ્વછતા પખવાડિયા, SNSPA હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં લાભાર્થીઓની બીપી ડાયાબિટીસ હિમોગ્લોબિન વજન, સગર્ભા તપાસ, ટીબી દર્દી તપાસ જરૂરી આરોગ્ય તપાસ કરી સારવાર તેમજ આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ કેમ્પ અંતર્ગત કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા, જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉ યોગેશ પંડ્યા, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,કાલોલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, પાલિકા ના સભ્યો સહિત હોદ્દેદારો હાજર ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કેમ્પનું નિરીક્ષણ કરી લાભાર્થી સાથે આરોગ્યની મળતી સેવાઓ અંગે ચર્ચાવિચારણા કરી તેમજ આરોગ્ય કર્મચારીઓની સમગ્ર કામગીરીને બિરદાવવામાં આવી હતી.