GUJARATSINORVADODARA CITY / TALUKO
શિનોર તાલુકા પંચાયત ના તાલુકા વિકાસ અધિકારી કે. ટી ઠક્કર, વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે કમલેશભાઈ ઠક્કર ઓક્ટોબર 2023 થી તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવતા હતા. નિર્વિવાદ અને પ્રમાણિકતા પૂર્વક ફરજ અદા કરી રહેલા,કમલેશભાઈ ઠક્કર તારીખ 28 ફેબુ્રઆરી ના રોજ વય નિવૃત્ત થતાં, તાલુકા પંચાયત પરિવાર ધ્વારા શુક્રવાર ની સાંજે,વિદાય સમારંભ કાર્યક્રમ નુ આયોજન કરાયુ હતુ..તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ,તલાટીઓ અને શુભેચ્છકો ની મોટી ઉપસ્થિતિ વચ્ચે, ઢોલનગારા અને પુષ્પવૃષ્ટિ સાથે યોજાયેલા આ કાર્યક્રમ માં, વયનિવૃત્ત થઇ રહેલા કમલેશભાઈ ઠક્કર નું પુષ્પગુચ્છ, પુષ્પહાર,મોમેન્ટો અને સાલ ઓઢાડી બહુમાન કરાયુ હતુ..આ પ્રસંગે ભાવવિભોર થયેલા કમલેશભાઈ ઠક્કરે, વહિવટી કામકાજ દરમિયાન કોઈક ને દુખ પહોંચ્યુ હોતો દિલ થી માફી માંગી હતી..