
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૭/૦૨/૨૦૨૫
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બીલોઠી ખાતે વિજ્ઞાન પ્રદર્શન અને પુસ્તક પ્રદર્શન : ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ-રૂચિ કેળવાય તથા નવી શોધખોળો પ્રત્યે જીજ્ઞાસા ઉત્પન્ન થાય અને પુસ્તક વાંચનના ગુણનો વિકાસ થાય તે હેતુથી શાળા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શન અને પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શાળા કક્ષાએ યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ ૧૪ કૃતિઓ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. બુક પ્રદર્શનમાં અલગ અલગ વિભાગમાં કુલ ૧૦ વિભાગમાં પુસ્તકો ગોઠવવામાં આવ્યા અને સરકારી પુસ્તકાલય ઉમરપાડા ના પુસ્તકોનું પણ પ્રદર્શન શાળા કક્ષાએ કરવામાં આવ્યું. જેમાં આસપાસની પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને આચાર્યએ હાજરી આપી મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહી પ્રદર્શન નિહાળ્યું હતું . કાર્યક્રમના મુખ્ય અતિથી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલની હસ્તે કાર્યક્રમનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


