તા.૩૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સંજેલી તાલુકાના હિરોલા ગામની પ્રાથમિક શાળામાં સિકલસેલ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની હિરોલા ગામની પ્રાથમિક શાળામાં સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સિકલસેલ સ્ક્રીનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ ૧૦૯ વિદ્યાર્થીઓનું નિઃશુલ્ક સિકલસેલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે શાળાના કર્મચારીઓ અને વાલીઓને સિકલસેલ રોગ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ સાથે આપવામાં આવેલી આરોગ્યલક્ષી માહિતી સિકલસેલ રોગના લક્ષણો: 01 શરીર ફિક્કું પડી જવું.02 વારંવાર કમળો થવો. 03 બરોળ મોટી થઈ જવી. 04 પેટમાં દુખાવો થવો. 05 હાથ અને પગના સાંધામાં સોજો આવવો. 06 વારંવાર તાવ આવવો. 07 પગમાં ચાંદા થવા.સાવચેતી અને સલાહ તબીબી સલાહ આધારે નિયમિત ચકાસણી પૂરતું પાણી પીવું અને પોષણયુક્ત આહાર લેવો ફોલિક એસિડના પૂરકનો નિયમિત સેવન શારીરિક તણાવથી બચવું લગ્ન પહેલાં સિકલસેલ સ્ક્રીનિંગ કરાવવું શું ન કરવુ તબીબી સલાહ વિના દવાઓ લેવી તીવ્ર તાવ કે દુખાવાને અવગણવું વધુ શારીરિક મહેનત ઠંડા વાતાવરણમાં રક્ષણ વગર રહેવુંઆ કાર્યક્રમ દ્વારા બાળકો તેમજ શિક્ષક ગણમાં સિકલસેલ વિશે જાગૃતિ ફેલાવીને પ્રારંભિક તબક્કે રોગ ઓળખી યોગ્ય પગલાં ભરવા માટે સમાજને પ્રેરણા આપી છે. સાવચેતી એ સારવાર કરતા શ્રેષ્ઠ છે સિકલ સેલ માટે યોગ્ય જાણકારી અને સમયસર પગલા લેવાથી રોગના પરિણામો ઘણા ઓછા કરી શકાય છે દરેક યુગલએ લગ્ન પહેલા સ્ક્રીનીંગ કરાવવું એ મહત્વ પૂર્ણ છે જેથી આવતી પેઢી સશક્ત અને તંદુરસ્ત બની શકે