GUJARATMEHSANAVIJAPUR

મેહસાણા ઇકરા એકેડમીઆ દ્વારા સાના પાર્ક વિભાગ – 2, ખાતે ધામધૂમથી મનાયો સ્વતંત્રતા દિવસ

મેહસાણા ઇકરા એકેડમીઆ દ્વારા સાના પાર્ક વિભાગ – 2, ખાતે ધામધૂમથી મનાયો સ્વતંત્રતા દિવસ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા ઇકરા એકેડમીઆ દ્વારા આજે 15મી ઓગસ્ટ, ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે AIMIMના પ્રદેશ સહમંત્રી બાબાખાન બાબી, અતિથિ વિશેષ તરીકે સલીમભાઈ પઠાણ મોઢેરા વાળા તથા યુવા સામાજિક કાર્યકર સાજીદભાઈ મેમણ (સ્કેપ ટ્રેડર્સ) અને એઝાઝભાઈ મન્સૂરી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ઇકરા ગૃપ તરફથી અબ્દુલ્લાખાન બાબીએ કર્યું હતું. વિદ્યાર્થીઓએ દેશપ્રેમના ગીતો ગાઈ આઝાદી સંગ્રામના નાયકોને યાદ કર્યા હતા, આ ઉપરાંત, સ્વાતંત્રતા નો મહત્વ સમજાવવા, બાળકો સમજે એવી રીતે દાખલાઓ આપવામાં આવ્યા હતા.સમાપન પ્રસંગે જાયદાબેન બાબીએ આભાર વિધિ કરી હતી અને ઉપસ્થિત તમામ મહેમાનો, બાળકો અને ખાસ કરીને વાલીઓ અને તેમાં પણ માતાઓનો વિશેષ આભાર માન્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને દેશ પ્રેમી બનવા અને દેશની સેવા કરવા પ્રેરણા આપી હતી. અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને ફક્ત વાણી દ્વારા જ નહીં પણ વ્યવહાર અને વર્તનમાં પણ પ્રદર્શિત કરવા સમજ આપી હતી.આ કાર્યક્રમમાં ઇકરા એકેડમીઆના તમામ શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના જાગૃત થઈ અને તેમને આઝાદીના મહત્વ વિશે સમજવા મળ્યું.કાર્યક્રમમાં તિરંગો બાળકોના હાથમાં આવતી જ બાળકો ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા.મહેમાનઓએ બાળકોને શિક્ષણ થકી મોટી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી દેશ સેવા માટે સમર્પિત થવા હાંકલ કરી હતી. અને બાળકો માટે ઇનામોની જાહેરાત કરી હતી.

Back to top button
error: Content is protected !!