વઢવાણના મુળચંદ રોડ પર મસમોટા ખાડા અને પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

તા.30/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર વઢવાણના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સરકારી કચેરીઓમાં બજારોમાં ખરીદી કરવા સહિતના કામો માટે આવતા હોય છે ત્યારે લોકો ગામડા તરફના રસ્તાઓનો પણ ઉપયોગ કરતા હોય છે ત્યારે વઢવાણ શહેરની બજરંગ, ઉત્સવ પાર્ક, તિરંગા, રામદેવનગર, સહિતની 15થી વધુ સોસાયટીઓને તેમજ પોલિટેકનિકલ કોલેજ, મોંઘીબેન છાત્રાલય, સિધ્ધાર્થ છાત્રાલય સહિતના સ્થળોને જોડતો રસ્તો લોકો માટે હાર્દસમાન છે આ રસ્તો જીઆઈડીસી તરફ પણ જતો હોવાથી દિવસ રાત મોટી સંખ્યામાં લોકો પસાર થઇ રહ્યા છે આ રસ્તો ખાડા તેમજ પાણી સાથે બિસમાર બની ગયો હોવાથી રાહદારીઓ વાહન ચાલકોને પસાર થવામાં પણ હાલાકી થઇ રહી છે ત્યારે રસ્તા પરથી મોટી સંખ્યામાં મજૂરો, વિદ્યાર્થીઓ પણ અવરજવર કરી રહ્યા છે ઠેર ઠેર તૂટેલા રસ્તાઓથી વારંવાર લોકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે તૂટેલા રસ્તાના કારણે રાહદારીઓ, વાહન ચાલકો સહિતના લોકોને હવે દિવસે અને રાત્રિના સમયે અકસ્માતના ભય સાથે પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ બિસમાર રસ્તાના સ્થળે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઊઠી છે અત્યાર સુધીમાં આ રસ્તા પર 8 લોકો પડ્યા આ અંગે મૂળજીભાઈ મકવાણા, કલ્પેશ સોલંકી વગેરેએ જણાવ્યું કે આ 700થી વધુ મીટરના રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડા અને પાણી ભરાયા છે ડરથી હવે લોકો આજુબાજુ ફરીને ચાલે છે અને વાહન લઇને નીકળે છે કારણ કે આ રસ્તા પર 5 બાઇક, સાઇકલ સવારો સહિત 8 લોકો પડ્યા છે.




