સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જમીન ધોવાણ અને ઉભા પાકોમાં મોટું નુકસાન
સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વે કરવામાં આવે અને મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત સહાય ચુકવવામાં આવે

તા.29/08/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સમગ્ર જિલ્લામાં ડ્રોન સર્વે કરવામાં આવે અને મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત સહાય ચુકવવામાં આવે
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ૨૫, ૨૬, ૨૭ ઓગસ્ટનો અતિભારે વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેટલો વરસાદ ના આંકડા નોંધાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આવેલ અને સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પણ કયારે સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવશે તે જણાવેલ નથી તો આ બાબતે પાંચ લાખ ખેડૂતોના સર્વે નંબર ઉપર સર્વે થઈ શકે નહીં અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નથી ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે તો સરળતા રહેશે અને ૨૦૨૦થી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના કે સમગ્ર દેશમાં ચાલુ છે પરંતુ ગુજરાતમાં જ બંધ કરી મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે તેના નિયમો મુજબ ખેડૂતોને નુકસાન સહાય ચુકવવામાં આવે નહીં કે S.D.R.F. મુજબ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કીશાન સહાય યોજના ૨૦૨૦થી અમલમાં છે જેની જાહેરાત પાછળ અંદાજે ૫૦ લાખ રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવેલ છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી એકપણ ખેડૂતને ૫૦ પૈસા પણ સહાય આજદિન સુધી ચુકવવામાં આવેલ નથી તે દુઃખદ બાબત છે કૃષિમંત્રી જાહેરાત સર્વેની કરે છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી જમીની લેવલે ખેડૂતોના ખેતર ઉપર કોઈ સર્વેની કામગીરી કરવામાં આવેલ નથી ફકત ઓફિસમાં બેસી કોઈ નુકસાન નથી તેમ સર્વે રિપોર્ટ કરવામાં આવે છે તે પણ દુઃખદ બાબત છે અને ખેડૂતોને જમીનશધોવાણ પાક ધોવાણ પાક નિષ્ફળની કોઈ પણ પ્રકારની સહાય થી વંચિત જાણી જોઈને રાખવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા ચાર વર્ષ થી એકપણ સહાય ચુકવવામાં આવેલ નથી તો મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત જ ખેડૂતોને સહાય ચુકવવામાં આવે પરંતુ એ પહેલાં સર્વે કામગીરી ડ્રોન મારફત તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેમ રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું હાલ ખેડૂતો ના પાક નુકસાન થયું છે તેમાં મોટોખર્ચ ખેડૂતો કરી ચુકયા છે અનો મોઢે આવેલ કોળીયો ઝુટવાય ગયો છે ત્યારે ખેડૂતોને સહાય નિયમો મુજબ મળવાપાત્ર છે ત્યારે સર્વે ની કામગીરીમા વિલંબ ન થાય તેમ જણાવ્યું હતું.




