
બોડકા ગામથી ભાટિયા ગામ તરફ જતા રસ્તામાં ભાટિયા ગામ પાસે આવેલ પુલ જર્જરીત અને જૂનો હોય જાહેર સલામતી અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી કે.બી.પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર મોટા કાજલીયાડા બંધડા બોડકા ભાટિયા રોડ પર બોડકા ગામથી ભાટીયા ગામ તરફ જતા રસ્તામાં ભાટિયા ગામ પાસે આવેલ બ્રિજ તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. આ રસ્તો બ્રિજ બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે મોટા કાજલીયાળા- થાણા પીપળી- ભાટીયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તારીખ ૦૯/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


