DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રા શહેરમાં ગણેશોત્સવમાં હિંદુ મુસ્લિમની એકતા જોવા મળી, 2 વર્ષથી બાલ મિત્ર મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરાઈ

તા.02/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા શહેરમાં ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે જોડાઈને કોમી એકતાનુ આદર્શ ઉદાહરણ પણ આપી રહ્યા છે ધાંગધ્રા શહેરમાં મેન બજાર કા રાજા છેલ્લા 2 વર્ષથી બાલ મિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે ગણપતિનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે 5 દિવસ સુધી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકત્ર થઈને ગણપતિની આરાધના અને પૂજા અર્ચના કરતા હોય છે 6 દિવસે તમામ ધર્મના લોકો સામૂહિક રીતે ગણપતિ બાપાને પવિત્ર નદીના જળમાં વિદાય આપીને હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિશાલ કાયમ કરે છે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક ગણપતિ હાલ સમગ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક મનાવવામાં આવી રહ્યો છે છેલ્લા 2 વર્ષથી ધ્રાંગધ્રા શહેરમાં કારદાર ગુલ્ફીના ખાંચા પાસે હિંદુ મુસ્લિમ વેપારી મિત્રો દ્વારા બાલ મિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે જેમાં આજે ગણપતિ બાપાની મહા આરતીમાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા, શહેર સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, મહામંત્રી સંજયભાઈ ગોવાણી, સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી, મેળા કમિટીના ચેરમેન પ્રહલાદભાઈ પઢીયાર, સહીત ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર વેપારી મિત્ર વિસ્તારમાં લોકો દ્વારા પોતાની સ્વેચ્છાએ આર્થિક અનુદાન આપીને સામૂહિક રીતે ગણપતિનું આયોજન કરાયું હતું જેમાં સવાર અને સાંજના સમયે મહાઆરતી બાળકો અને પ્રત્યેક દર્શનાર્થીઓ માટે ગણપતિ બાપાને પ્રિય એવા મોદકનો પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે ગણપતિ પંડાલમાં આયોજિત તમામ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે જોડાઈને કોમી એકતાનુ આદર્શ ઉદાહરણ પણ આપી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!