GUJARATKUTCHMANDAVI

ગ્રાન્ટેડ શાળાના શિક્ષક-કર્મચારીઓને પણ ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ (GKSY) અંતર્ગત લાભ આપવા ABRSM-ગુજરાતની રજૂઆત.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા કરાયેલ રજૂઆતને આવકારાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માડવી,તા-17 મે : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક-કર્મચારીઓને પણ ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ (GKSY) અંતર્ગત લાભ આપવા બાબતની રજૂઆતને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ આવકારે છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતે ગુજરાત સરકાર દ્વારા તારીખ ૧૪/૦૫/૨૦૨૫ના રોજ મંજુર કરાયેલ ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ (GKSY) હેઠળ તમામ સરકારના કર્મચારીઓ, અધિકારીઓ તથા પેન્શનરોને “G” કેટેગરીના AB-PMJAY-MAA કાર્ડ દ્વારા કુટુંબ દીઠ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ આપવાનુ જાહેર કરવામાં આવેલ છે.આ શિક્ષક કર્મચારી હિતકારી પગલાને મહાસંઘ દ્વારા હાર્દિક આવકાર આપવામાં આવે છે અને આ વિઝનરી પહેલ બદલ મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવે છે.આ યોજનાના અમલના તાજેતરના પરિપત્ર મુજબ રાજ્યના કર્મચારીઓમાં અનુદાનિત શાળાના શિક્ષક અને કર્મચારી જરૂરિયાત અનુસાર મેડિકલ રીએમ્બર્સમેન્ટનો લાભ લેતા હતા. જિલ્લા મથકે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષક કર્મચારીઓને આ યોજનાનો લાભ આપતો ઠરાવ કે આરોગ્ય વિભાગના ઠરાવમાં એન્ડોસ્મેન્ટ કરવામાં આવે.અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓને પણ તાત્કાલિક અસરથી GKSY હેઠળ “G” શ્રેણીના AB-PMJAY-MAA કાર્ડના લાભથી આવરી લેવામાં આવે, જેથી અનુદાનિત શિક્ષણક્ષેત્રે સેવા આપતા કર્મચારીઓ પણ આ લોકહિતના ઉમદા હેતુનો લાભ મળી શકે. આ વિષય બાબતે વહેલામાં વહેલી તકે યોગ્ય સ્તરે સૂચના આપી અમલીકરણ કરાવવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે નિયામકશ્રી, નિયામક શ્રી શાળાઓની કચેરી, ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરેલ છે. જેને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ સંવર્ગ આવકારે છે, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયેલ હતુ.

Back to top button
error: Content is protected !!