DAHODGUJARATSANJELI

સંજેલીની કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં હોળી ધુળેટી પર્વની ખૂબ જ આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી

તા.૧૨.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલીની કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં હોળી ધુળેટી પર્વની ખૂબ જ આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

સંજેલી તાલુકામાં આવેલ કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં હોળી – ધુળેટીની પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ એકબીજાને અબીલ ગુલાલના રંગો દ્વારા એકબીજાને લગાડીને ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. હોળી એ રંગોનો તહેવાર તરીકે ઓળખાય છે અને દર વર્ષે માર્ચ મહિનામાં ખૂબ જ ઉત્સાહથી આ તહેવાર ઉજવવામાં આવે છે અને નાના ભૂલકાઓને માંડીને મોટા લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં રંગોનો તહેવાર ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી શાળાનો સ્ટાફ પણ આ રંગોના તહેવારમાં રંગાઈ ગયા હતા. વિદ્યાર્થીઓને હોળી – ધુળેટી પર્વ વિશે માહિતી આપી હતી બાળકોને કેમિકલ યુક્ત રંગો નહિ વાપરવા અને પાણીનો બગાડ ન કરવા તેમજ તિલક હોળી રમવા માટે આહવાન કર્યું હતું. સમસ્ત સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓને હોળી ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!