દાહોદના રામાનંદ પાકૅ ખાતે હોળી ધુળેટી પવૅ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી
AJAY SANSIMarch 14, 2025Last Updated: March 14, 2025
1 1 minute read
તા.૧૪.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રામાનંદ પાકૅ ખાતે હોળી ધુળેટી પવૅ ની રંગેચંગે ઉજવણી કરવામાં આવી
દાહોદ રામાનંદ પાકૅ ખાતે મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ની પ્રેરક ઉપસ્થિતિમાં હોળી ધુળેટી પવૅ ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સૌ પ્રથમ મામલતદાર મનોજભાઈ મિશ્રા તથા સામાજિક આગેવાન ડો નરેશભાઈ ચાવડા દ્વારા મહારાજ શ્રી જગદીશદાસજી મહારાજ ને પ્રતિકાત્મક તિલક કરી રંગોના પવૅ ની શરૂઆત કરવામાં આવી હતી આ અવસર પર સનાતન વલ્ડ પરિવાર ના સભ્યો તથા રામાનંદ પાક પરિવાર ના સભ્યો પણ ઉજવણી મા જોડાઈ ને એકબીજાને વિવિધ રંગો થી રંગી હોળી ધુળેટી પવૅ ની રંગેચંગે ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે શ્રી જગદીશદાસજી મહારાજ શ્રી એ જણાવ્યું હતુ કે હોળી નુ પવૅ બુરાઈઓ ને ભુલી પ્રેમભાવ રહી ભક્ત પ્રહલાદ ને યાદ કરી હોળીકા દહન નુ મહત્વ સમજાવી શુભેચ્છાઓ સહ આશીર્વાદ આપ્યા હતા
Sorry, there was a YouTube error.
AJAY SANSIMarch 14, 2025Last Updated: March 14, 2025