કાલોલ નગર પાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા દ્વારા હોળી પ્રગટાવી હોળી પર્વની શુભકામનાઓ પાઠવી.

તારીખ ૧૫/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર પંચમહાલ પંથકમાં હોળીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે કાલોલ નગરના નવનિયુક્ત પ્રથમ નાગરિક તથા પાલીકાના પ્રમુખ એવા હસમુખભાઈ મકવાણા દ્વારા કાલોલ ટાઉન પોલીસ ચોકી સામેના શાકમાર્કેટ ખાતે પરંપરાગત રીતે સાર્વજનિક હોલિકા માતાનું ભાવપૂર્ણ પૂજન કરી હોળીને પ્રગટાવવામાં આવી હતી. આ સાથે સમસ્ત રોહિત સમાજ અને સમગ્ર દલિત સમાજનું પણ ગૌરવ વધાર્યું હતું. ઉપરાંત, આવનારા સમયમાં સમગ્ર કાલોલ નગર વિકાસની હરણફાળ ભરે તથા સમસ્ત નગરજનોની શાંતિ, સલામતી, સુખાકારી તથા આપસી સૌહાર્દ જળવાય રહે તે માટે હોલિકા માતાને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે હોલિકા દહનના પાવન અવસર પર કાલોલ નગરપાલિકા દ્વારા પરંપરાગત રીતે હોલી ની ઉજવણી લઇ સામાજીક સમરસતા સાથે સમાજના તમામ વર્ગોને જોડીને આ સમારંભને ખાસ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.








