હાલોલ – નગરમાં આવેલા બે પુષ્ટિ માર્ગીય મંદિરોમાં વહેલી સવારે હોલિકા દહન,જળ અર્પણ કરી પ્રદક્ષિણા ફરી પૂજા કરી
રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૧૪.૩.૨૦૨૫
હાલોલ નગરમાં આવેલા બે પુષ્ટિ માર્ગીય મંદિરોમાં આજે વહેલી સવારે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.નગરના વૈષ્ણવો વહેલી સવારે દ્વારિકાધીશ હવેલી અને મંદિર ફળિયા માં આવેલી છગન મગન લાલજી હવેલી માં પહોંચ્યા હતા જ્યાં પરંપરાગત રીતે હોલિકા દહન કરાયું હતું અને હોલિકાને જળ અર્પણ કરી પ્રદક્ષિણા ફરી પૂજા કરી હતી.હાલોલ નગરમાં ગત રોજ વિવિધ સ્થળે હોળિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાત્રે હોલિકા માતાની પૂજા કરી હતી.જ્યારે આજે વહેલી શુક્રવારે વહેલી સવારે પણ હાલોલ ના બે પુષ્ટિ માર્ગીય મંદિરો માં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવ સમાજ ના હાલોલ બસસ્ટેન્ડ નજીક આવેલ દ્વારિકાધીશજી ની હવેલી અને મંદિર ફળિયામાં આવેલી છગનમગન લાલજી ની હવેલી માં આજે સવારે 6:15 કલાકે હોળી પ્રગટાવવા માં આવી હતી.સામાન્ય તઃ હિન્દૂ પંચાંગ મુજબ ફાગણ માસના શુક્લ પક્ષ ની પૂર્ણિમાના દિવસ ને હોલિકા દહનનો દિવસ માનવામાં આવે છે.એજ રીતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય પણ પોતાના પંચાંગ મુજબ આજ તિથિ ના દિવસે હોળી પ્રગટાવે છે.આ બંને હોલિકા દહન માં સામાન્ય દેશ ભર માં કરાતું હોળી દહન રાત્રી એ કરવામાં આવતું હોય છે,જ્યારે વૈષ્ણવ સમાજ દ્વારા આજ દિવસે સવારે હોળી પ્રગટાવવા ની માન્યતા છે.