BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર માં ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી. જવાનની ઈમાનદારી મહેંકી
24 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુરમાં આવેલ શિમલાગેટ વિસ્તારમાં ટ્રાફિકમાં ફરજ બજાવી રહેલા પોલીસ કોસ્ટેબલ સંજયસિહ અભેસિહ અને સાથી ટીઆરબી જવાન અનિલભાઈ પરમાર ને એક પાકીટ રસ્તા માથી મળેલ હતું તેમા અસલ કાગળો જેવાકે લાયસન્સ,એટીએમ, આધારકાર્ડ,પાનકાર્ડ અને 5000 રૂપીયા રોકઙા હતા જે તેમણે મુળ માલીક ને શોધી ને આ અગત્ય ના ડોક્યુમેન્ટ ના માલીક અફઝલભાઈ રહે અંબર સોસાયટી જનતાનગર ને રૂબરૂ બોલાવી ખરાઈ કરીને સુપ્રત કરી સેવા નુ માનવતા ભયું કામ કરેલ છે જે અભિનંદન ને પાત્ર છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.