GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢ જીવદયા પાંજરાપોળ ખાતે રામકુભાઇ કરપડા અને રાજુભાઈ કરપડાનું સન્માન

તા.13/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ અને સમગ્ર પંચાળ વિસ્તારમાં જેની સુવાસ પથરાયેલ હોય તેવી જીવદયા પાંજરાપોળ થાનગઢ ખાતે સામાજિક આગેવાન રામકુભાઇ કરપડા અને આપ નેતા રાજુભાઈ કરપડાએ મુલાકાત લીધી હતી અને પાંજરાપોળની કામગીરી ગૌમાતાની જાળવણી સહિત સેવાકીય પ્રવૃત્તિથી વાકેફ થયા હતા સમગ્ર જીવદયા પાંજરાપોળ ની યુવાનોની ટીમ દ્વારા આ તકે શિલ્ડ અને ફુલહારથી સન્માન કરવામાં આવેલ હતું આ તકે હાલ પાંજરાપોળ માં આશરે ૭૦૦ ગૌમાતાને સાચવવામા આવી રહી છે અને બિમાર અને અશકત ગૌમાતાની સારવાર માટે પશુ ડોક્ટરોની ટીમ પણ સેવા બજાવી રહી છે આ પાંજરાપોળને વધુ સુવિધાસભર બનાવવા માટે ની વિચારણા સાથે સમગ્ર ટીમ દ્વારા તેઓની સેવાકીય પ્રવૃત્તિથી પરિચિત કરવામાં આવેલ હતા રામકુભાઇ કરપડા અને રાજુભાઈ કરપડા દ્વારા જણાવ્યું હતું કે આ પાંજરાપોળની સેવાકીય કાર્યમાં અમોપણ હરહંમેશ ખડેપગે સાથે રહેશે આ તકે જીવદયા પાંજરાપોળ થાનગઢ વતી જયરાજભાઈ ખાચર અને ડોક્ટર ટીમ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવાન મિત્રોએ હજુ વધુમાં સેવાકીય કાર્ય થાય અને વધુમાં ગૌમાતાની સેવા નો લાભ મળે તે માટે રાત દિવસ સમય ફાળવી રહ્યા છે સમાજના દાતાઓ દ્વારા ખુબ સહયોગ મળી રહ્યા છે ઉતરોતર પ્રગતિ થાય તેમ જણાવેલ હતું.

Back to top button
error: Content is protected !!