GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વડોદરા-ગોધરા હાઇવે રોડ પર આવેલ હોટલ શાલીમારમાં પ્લેન પાલકનું શાક અનસેફ થતા દંડ સાથે સજા ફટકારાઈ

તારીખ ૨૯/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના તત્કાલીન ફુડ સેફટી ઓફીસર એસ.આર.ભગતએ તા.૨૦/૦૧/૨૦૧૪ના રોજ વડોદરા ગોધરા હાઇવે રોડ નજીક ગણેશ મંદિર સામે પોપટપુરા-ગોધરા મુકામે આવેલ હોટલ શાલીમારમાંથી વેન્ડર તથા ફુડ બિઝનેસ ઓપરેટર સુફિયાન રહમતુલ્લાહ ડુક્કા પાસેથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ પ્લેન પાલકનું રાંધેલુ શાકનો નમુનો પૃથ્થકરણ માટે લઇ ગુજરાત રાજયની ભુજ લેબોરેટરીમાં મોકલી આપતાં રીપોર્ટ અનસેફ જાહેર થયેલ હતો.સદર રીપોર્ટને આરોપીએ ફેર પૃથ્થકરણ માટે અપીલ કરતાં આ નમુનો રેફરલ ફુડ લેબોરેટરી ગાઝીયાબાદને મોકલી આપતા રીપોર્ટ અનસેફ જાહેર થયેલ. રીપોર્ટ મુજબ પ્લેન પાલકનું રાંધેલુ શાકના નમુનામાં સિન્થેટીક ફુડ કલર મળી આવેલ હોય જે પરવાનગીપાત્ર ન હોય આથી તે અનસેફ ફુડ તરીકે જાહેર કરેલ. જેથી ગોધરા કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસરએ નામદાર કોર્ટમાં ફરીયાદ દાખલ કરવા માટે ગાંધીનગર વડી કચેરીના નાયબ કમિશ્નર (ફુડ)ને ભલામણ મોકલતાં મંજુરી આદેશના આધારે હોટલ શાલીમાર તથા નમુનો આપના વેન્ડર તથા તેના બે ભાગીદારો એમ કુલ-ચાર ઇસમો સામે ગોધરાના નામદાર ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટશ્રીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જે કેસ ચાલી જતાં ગોધરાના નામદાર બીજા એડીશનલ સિનીયર સિવિલ જજ અને એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રીએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળના ગુના બદલ તમામ આરોપીને તકસીરવાન ઠેરવીને ૬ (છ) માસની સાદી કેદની સજા તથા કુલ રૂા.૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા)નો દંડ અને દંડ ન ભરેતો ૨(બે) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરાના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!