GUJARATSABARKANTHA

સાબરકાંઠાજિલ્લા અને હિંમતનગર તાલુકા માં અને સમગ્ર ગુજરાત માં બિન ખેડૂત રાજકીય નેતાઓ ખેડૂત કઈ રીતે બન્યા?

સાબરકાંઠાજિલ્લા અને હિંમતનગર તાલુકા માં અને સમગ્ર ગુજરાત માં બિન ખેડૂત રાજકીય નેતાઓ ખેડૂત કઈ રીતે બન્યા? મૂડીપતિ ઉદ્યોગપતિઓ તેમજ ગામના સરકારી બાબુઓ બિન ખેડૂત માંથી કઈ રીતે ખેડૂત બન્યા ?ખેતીની જમીનો લઈને ભ્રષ્ટાચારના બે નંબરના રૂપિયા એક નંબર કરવા માટે જમીનો માં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. ત્યારે જે ખેડૂત છે તેઓને વધુ ખેતી કરવા માટે જમીનો લેવા માટે ઊંચા દરો ચુકવવી જમીનો લેવી પડે છે. આ ભ્રષ્ટાચારી નેતાઓ અને ભ્રષ્ટાચારી ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન કર્મચારીઓ સમગ્ર સાબરકાંઠા માં ચર્ચાનો વિષય બન્યો છે. જો cbi દ્વારા આ પ્રકરણની તપાસ કરવામાં આવે તો ઘણા ખરા રાજ નેતાઓ જેલ ભેગા થાય એવા છે તેમજ સરકારી બાબુઓ પણ ઘર ભેગા થાય એવા છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટીની વિકાસશીલ સરકાર અને સંવેદનશીલ સરકાર ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરે તો ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું સ્વપ્ન ભ્રષ્ટાચાર મુક્ત ભારત નું ચોક્કસથી સાકાર થશે. ઉપરોક્ત સમગ્ર બાબત લોક મુખેચર્ચાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!