GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ:કેવી રીતે ભણશે ગુજરાત? પંચમહાલની શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી.

તારીખ ૨૯/૦૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ત્રણ એકમ કસોટી પાઠ્યપુસ્તકો વિના લેવાઈ ગઈ પ્રથમ કસોટી નજીકમાં છે ત્યારે ધોરણ ૯ થી ધોરણ ૧૨ ના મોટા ભાગના વિષયના પાઠ્યપુસ્તકો હજુ સુધી પંચમહાલની શાળાઓ મા તંત્ર દ્વારા પુરા પાડ્યા નથી.જૂન માસ થી અભ્યાસ ચાલુ થયો છે પ્રથમ સત્ર પુર્ણ થઈ રહ્યુ છે ત્યારે બાળકો પુસ્તકો વિના કેવી રીતે ભણશે તેવો પ્રશ્ન ઉઠ્યો છે. ધો ૧૧ મા મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર ના પુસ્તકો મળ્યા નથી. ઘો ૧૨ કોમર્સ ના નામના મુળ તત્વો ભાગ ૧, આંકડાશાસ્ત્ર ભાગ ૧ અને ૧ , વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ના પુસ્તકો મળ્યા નથી ધો ૧૧ સાયન્સ ના કેમેસ્ટ્રી ભાગ ૧ અને ૨,ફિઝિક્સ ભાગ ૧ અને ૨, બાયોલોજી, ઘો ૧૨ સાયન્સ મા અંગ્રેજી, ફિઝિક્સ, પ્રયોગશાળા માર્ગદર્શિકા,કેમેસ્ટ્રી ,બાયોલોજી ના પુસ્તકો મળ્યા નથી ઘો ૧૦ ના કોમ્પુટર વિષયના પુસ્તકો મળ્યા નથી. કાલોલ ના સંકુલ ના પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી ત્યારે શાળાઓ ના આચાર્યો નો સંપર્ક કરતા પાઠ્યપુસ્તકો માટે વારંવાર રજૂઆત કરવા છતાં મોટા ભાગના પુસ્તકો મળ્યા નથી. ત્રણ એકમ કસોટી પાઠ્યપુસ્તકો વિના લેવાઈ છે. ત્યારે જીલ્લા શિક્ષણાધિકારી કિરીટભાઈ પટેલ નો સંપર્ક કરતા અમે રજૂઆત કરી છે પણ ઉપરથી જ પુસ્તકો મળ્યા નથી અને આજે કેટલાક પુસ્તકો આવ્યા હોવાનુ જણાવેલ છે જોકે એકમ કસોટી પાઠ્યપુસ્તકો વગર લેવાઈ હોવાનુ પણ તેઓએ કબૂલ કર્યું છે. ત્યારે પ્રથમ કસોટી નો કાર્યક્ર્મ જાહેર કરી દેવામાં આવ્યો છે ત્યારે ગુજરાત રાજયમાં સરકાર શિક્ષણ પ્રત્યે કેટલી બેદરકાર છે તેનો ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!