GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગુરુપૂર્ણિમા નિમિતે કાલોલના મલાવમાં કૃપાલુ સમાધિ મંદિર ખાતે હજારો ભક્તો ની ભારે ભીડ

 

તારીખ ૨૧/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

દર વર્ષે અષાઢ સુદી પૂનમ આવે એટલે ગુરુને વંદન કરવાની પરંપરા સૌને યાદ આવે છે, જીવનમાં ગુરુનું બહુ જ મહત્વ છે. કોઇ એવું ય કહે છે કે દરેકે જીવનમાં ગુરુ તો કરવા જ જોઇએ, ગુરુ વિના નહિ જ્ઞાન,

કાલોલના મલાવ ખાતે આવેલા કૃપાલુ સમાધિ મંદિર ખાતે ઉલ્લાસભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આજના પાવન અવસરે બ્રહ્મલીન કૃપાલુ મહારાજ ની સમાધિના દર્શન કરવા પહોંચેલા શિષ્યોમાં ગુરુ પ્રત્યેની પોતાની અડગ આસ્થા અને અપાર શ્રદ્ધા જોવા મળી હતી અને વહેલી સવારથી જ દૂર દૂરથી પરિવાર સહ આવેલા શ્રદ્ધેય શિષ્યોએ બાપુજીની સમાધિના દર્શન કરવા હજારોની સંખ્યામાં મલાવ તરફ પ્રયાણ કર્યું હતું.સમાધિ મંદિર ખાતે સવારે બાપુજીની ગુરુ પાદુકા પૂજન, ગુરુ પૂજન, આરતી, મહાપ્રસાદી તથા ભજન સત્સંગનો લાભ શિષ્યોએ લીધો હતો.

Back to top button
error: Content is protected !!