કાલોલ નાં શ્રી રામરોટી સેવા મંડળ દ્વારા માનવીય પહેલ. ફૂટપાથ પર સુઈ રહેલા લોકોને ગરમ ધાબળા ઓઢાડી માનવતાનું કાર્ય કર્યું.

તારીખ ૨૮/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ડિસેમ્બરની ઠંડીના આગમન સાથે જ કાલોલના શ્રી રામરોટી સેવા મંડળે ખુલ્લામાં સુઈ રહેલા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ત્યારે દરેક કાર્યોમાં કાલોલનું રામ રોટી મંડળના સ્વયંસેવકો જરૂરિયાતમંદ લોકોને યથાપ્રસંગે કપડાં, તબીબી સાધનો સાથે ભુખ્યા લોકોને ભોજન જેવી પ્રવૃત્તિઓ કરી નગરમાં એક અનેરી લોક ચાહના ઉભી કરી છે.હાલમાં કડકડતી ઠંડી માં હવા પ્રવેશી ન શકે તેવા મકાનોમાં નિંદર માણતા નગરજનોને બહાર ની ઠંડી નો કોઈ અહેસાસ થયો નથી ત્યારે શ્રમજીવીઓ, ગરીબ માણસો અને ફૂટપાથ પર રહેતા લોકોની વેદના સમજવા જેવી હોય છે. ત્યારે કાલોલના રામ રોટી મંડળે તારીખ ૨૭/૧૨ શનિવારની મધ્ય રાત્રી એ નગરના બસ સ્ટેશનમાં, ફૂટપાથ પર રહેતા સુઈ રહેલા લોકોને ગરમ ધાબળા ઓઢાડી ખરેખર માનવતાનું કાર્ય કર્યું છે જ્યાં ખુલ્લામાં સુઈ રહેલા બેઘર અને જરૂરિયાતમંદ ગરીબ મહિલાઓ, વૃધ્ધને શિયાળામાં ધાબળા મળતા આનંદિત થઈ ગયા હતા. જ્યાં બસ સ્ટેન્ડ ઉપર ઉપસ્થિત સ્થાનિક લોકોઓએ શ્રી રામરોટી સેવા મંડળની ઠંડીના સમયમાં માનવતા સેવાની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરી હતી.







