GUJARATIDARSABARKANTHA

વિજયનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહાવીરસિંહનું માનવતાભર્યું કાર્ય.

વિજયનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મહાવીરસિંહનું માનવતાભર્યું કાર્ય.

આજરોજ વિજયનગરથી ઇડર તરફ જતા માર્ગ પર વણજ નજીક મહિન્દ્રા મેક્સ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક રોડની સાઈડમાં પડી જતા માથા, હાથ અને પેટના ભાગે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
તે સમયે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પ્રભાતસિંહ હિંમતનગર પરેડમાંથી પોતાની કાર લઈને વિજયનગર તરફ જઈ રહ્યા હતા. અકસ્માત નજરે પડતાં તેઓ તાત્કાલિક ઊભા રહ્યા અને 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વિના ઘાયલને પોતાની કારમાં વિજયનગર સિવિલ હોસ્પિટલ લઈ જઈ તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી. સાથે જ તેમણે ઘાયલના વાલીવારસનો સંપર્ક કરી તેમને જાણ કરી હતી.
આ રીતે પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ દ્વારા સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!