GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના શક્તિપુરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા બિલ નહીં નીકળતા તાલુકા પંચાયત ખાતે હલ્લાબોલ.

 

તારીખ ૦૮/૧૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના શકતીપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ બાલાઈ દ્વારા આજરોજ કાલોલ તાલુકા પંચાયતના બાંધકામ વિભાગમાં પોતાની પંચાયતનું બિલ મંજૂર નહીં કરતા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. પોતાની પંચાયતમાં આવેલ નેવરિયા વાસાહતમાં ત્રણ વર્ષથી કોઈ કામ કરવામાં આવતું નથી પોતાની પંચાયતમાં ૪૦ લાખ રૂપિયા જેટલું જમા બેલેન્સ છે તેમ છતાં પણ કોઈ વિકાસના કામો જાણી જોઈને કરવામાં આવતા નથી પોતે મધ્યપ્રદેશના વિસ્થાપિત છે અને સરપંચ બન્યા છે તે કારણે તેઓ સાથે ભેદભાવો કરવામાં આવે છે. એક લાખનું કામ કર્યું છે જેના પૈસા ચૂકવવામાં આવતા નથી અને તે પેટે ૩૨,૦૦૦ આપીશું તેમ કહે છે ૩૨,૦૦૦ ની રકમ ટીડીઓએ મંજૂર કરી છે તેમ છતાં પણ પેમેન્ટ કરવામાં આવતું નથી નેટવર્ક નથી આવતું, પાનકાર્ડ નથી તેવા ખોટા બહાના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવે છે અને ૧૫ દિવસથી ધક્કા ખવડાવવામાં આવે છે તેથી નારાજ થઈને સરપંચે આજરોજ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં બોલાચાલી કરી હતી અને રાજીનામુ આપવા ની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Back to top button
error: Content is protected !!