કાલોલમાં મહોર્રમ પર્વ ને લઇ હુસૈનની માહોલ છવાયો,ઠેર-ઠેર સબીલે હુસૈનમાં અવનવી સરબત દૂધ કોલ્ડ્રિકસ નું વિતરણ.
તારીખ ૦૫/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં મોહર્રમ ના પવિત્ર પાવન પર્વના તહેવારમાં મુસ્લીમ બિરાદરો દ્વારા ઠેર ઠેર સબીલમા અવનવી વાનગીઓ સાથે ન્યાઝનું વિતરણ તેમજ ઠંડાપીણામા વિવિધ પ્રકારના સરબત અને દુધ કોલ્ડ્રીગનું હઝરત સૈયદ ઈમામ હુસૈન સહિત કરબલાના ૭૨ સાથીયોની યાદમા વિતરણ સાથે જુલૂસનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નુરાની ચોક જુમ્મા મસ્જીદ ખાતે આકા ઈમામ હુસૈનની શાનમાં વાયેઝ શરીફ (બયાન) કરવામા આવી રહ્યા છે. મોહરમ નિમિત્તે મુસ્લીમ બીરાદરો મોહર્રમ પર્વ મનાવી રહ્યા નું મહત્વ હઝરત સૈયદ આકા ઈમામ હુસૈન પોતાના પરીવાર સહિત ૭૨ લોકોએ સચ્ચાઈ અને ઈસ્લામને બચાવવા શહીદી વ્હોરી લીધી હતી.કરબલાના મેદાનમાં આકા ઈમામ હુસૈન ના ૭૨ શહીદ પરીવારના સાથીઓએ હજારોની સંખ્યાના સૈન્ય સામે લડાઈ કરી હજારોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને સચ્ચાઈ અને ઈસ્લામને બચાવવા માટે નાના બાળકો સહિત હઝરત ઈમામ હુસૈન ને શહીદી વ્હોરી લીધી હતી. મોહરમ પર્વ નિમિત્તે મુસ્લીમ બિરાદરો પહેલા ચાંદથી દશ ચાંદ સુધી ઠેર ઠેર આકા ઈમામ હસન અને ઈમામ હુસૈન ની શાનમા વાયજશરીફ અને સબીલમા અવનવા સરબત દૂધ કોલ્ડ્રીક્સ સહિતના અવનવી વાનગીઓ બનાવીને ન્યાઝનું વિતરણ કરવામાં આવે છે ત્યારે મોહર્રમ મહીના ઇસ્લામિક આંઠ માં ચાંદે કાલોલ રફાઇ કમીટી અને અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા ઈમામ હુસૈન શાનમાં જુલૂસ કાઢવામાં આવતા સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં વાતાવરણમાં હુસેની માહોલ સર્જાઈ જાય છે સાથે નવમાં ચાંદ અને દશમાં ચાંદને મુસ્લિમ બિરાદરો રોઝા રાખી મોહરમના પવિત્ર તહેવારને મનાવવામાં આવે છે.