ARAVALLIDHANSURAGUJARAT

શીકા ગ્રામપંચાયત ખાતે નારી શક્તિનો હલ્લાબોલ,સ્ત્રીસશક્તિકરણની મોટી વાતો કે પછી ન્યાય મળશે, પ્રાથમિક સુવિધાઓનો અભાવ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

શીકા ગ્રામપંચાયત ખાતે નારી શક્તિનો હલ્લાબોલ,સ્ત્રીસશક્તિકરણની મોટી વાતો કે પછી ન્યાય મળશે, પ્રાથમિક સુવિધાઓનો અભાવ

આજની પરિસ્થિતિ કે પછી આપવીતી કહેવું તો કોને કહેવું. કેમ કે હવે તો ન્યાય માટે પણ લોકો ને આંદોલન કરવા પડે છે છતાં તંત્ર દ્વારા લોકોની પ્રાથમિક જરૂરિયાત પૂડી પાડી શકાતી નથી હાલ ગામની સમસ્યા ને લઇ મહિલાઓ મેદાને આવી છે

ધનસુરા તાલુકામાં આવેલ શિકા ગામ જ્યાં પીવાના પાણી અને પ્રાથમિક સુવિધાઓનો ગામમાં અભાવ જોતા તંત્રના કાન ઉગાડા કરવા અને જગાડવા માટે 50 થી વધુ મહિલાઓએ ગ્રામપંચાયતખાતે માટલા ફોડી હલ્લાબોલ કર્યો હતો ગામમા પીવાના પાણી ની તેમજ ગટર લાઈન સહીત પ્રાથમિક સુવિધાઓનો ગામમાં અભાવ હોવાના લીધે આ બાબતે ગ્રામપંચાયત પણ નથી અને તાલુકા પંચાયત પણ નથી સાંભરતી જેના કારણે મૂંગા અને નિષ્ક્રિય તંત્ર ને જગાડવા માટે ગ્રામપંચાયત આગળ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો વધુમાં જણાવ્યું હતું કે કોઈ સાંભરવા તૈયાર નથી CM સુધી રજુઆત કરવામાં આવી છે છતાં છેલ્લા એક વર્ષથી ગામની પ્રાથમિક જરૂરીયાત પુરી થતી નથી દસ દિવસે પાણી આવે છે.ખાવાનું નહિ મળે તો જીવી શકાશે પણ જળ નહિ મળે તો ક્યાંથી જીવી શકાશે અને છેવટે અમારા ગામને ન્યાય ન મળતા આજે હલ્લાબોલ કરી તંત્ર ને જગાડવા આ કાર્યક્રમ યોજવો પડ્યો છે તેમ જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!