GUJARATNAVSARI

જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્ય્ક્ષતા હેઠળ”હું મતદાર છું,હું ચોક્કસ મતદાન કરીશ”ના શપથ ગ્રહણ” કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીનવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાનાં વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪  અંતર્ગત ચૂંટણી સંદર્ભે જિલ્લાનાં નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા આવે  તેવા હેતુ સર SVEEP (Systematic Voter’s Education and Electoral Participation)પ્રવૃતી હાથ ધરવામાં આવી હતી.જેમાં જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં આવેલ નવસારી કૃષિ યુનીવર્સીટી ખાતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના અધ્ય્ક્ષતા હેઠળ “હું મતદાર છું,  હું ચોક્કસ મતદાન કરીશ”ના શપથ ગ્રહણ” કાર્યક્રમ યોજાયો હતો . જેમાં નવસારી જિલ્લાની વિવિધ કોલેજના કેમ્પસ એમ્બેસેડર અને પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વાલીઓને ભેગા કરી મતદાનના હકનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ તેવા સંદેશ સાથે મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ લોકો વધુ વધુ મતદાન કરે તેવા આશયથી “હું મતદાર છું,  હું ચોક્કસ મતદાન કરીશ”ના શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજન કરાયું હોવાનું જણાવી સૌને લોકશાહીના મહાપર્વમાં જોડાઈ અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા એક એક મતની કિંમત સમજીને દુર્ગમ જંગલોના ગામો, પહાડી વિસ્તારોમાં પણ મતદાન મથકો ઉભા કરવામાં આવે છે. મતદાનને લોકશાહીની પવિત્ર ફરજ સમજીને મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા તેમજ જેમની ઉંમર અઢાર વર્ષથી ઉપર થઈ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને અચૂક મતદાન માટે પ્રેરિત કરી સગા-સબંધીઓ પણ મતદાન માટે આગળ આવે એમ જણાવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ મત આપ્યા પછી સોશિયલ મીડિયા પર ફોટો, વિડીયો અપલોડ કરી અન્યોને પણ મતદાનની પ્રેરણા આપવાનું આહ્વાન કર્યું હતું.
આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રેનો યુવા મતદાર માટેનો સંદેશો વિડીયોના માધ્યમથી નિહાળ્યો હતો.  કેમ્પસમાં મતદાન જાગૃતિ અર્થે લાગેલ સેલ્ફી સ્ટેન્ડ પર યુવાનો ફોટો પડાવી સહ પરિવાર સાથે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે શ્રી વૈશાલી આર (પ્રોબેશનલ IAS ) ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રિયંકા પટેલ , જલાલપોર વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી શિવરાજ ખુમાણ, સ્વીપ નોડલ અધિકારીશ્રી જયેશ ચોધરી, મામલતદારશ્રી મૃણાલ ઇસરાની, કોલેજના શિક્ષણગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને લોકોને મતદાન માટે જાગૃત્ત થવાનો સંદેશો આપ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!