GUJARATKUTCHMANDAVI

પોષણ અંગે જાગૃત્તિ લાવવા માટે આઈસીડીએસ દ્વારા કચ્છમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

બાલિકા પંચાયત, નુક્કડ નાટક, કિશોરી શિબિર જેવા કાર્યક્રમોથી પોષણ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૪ સપ્ટેમ્બર : પોષણ માહ ચાલી રહ્યો છે ત્યારે કચ્છના તાલુકાઓમાં પોષણ અને આરોગ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મુન્દ્રાના ભદ્રેશ્વર સેજામાં પોષણનું મહત્વ દર્શાવતા બેનર્સ, પોષણની રંગોળી, ચાર્ટ દ્વારા લોકો સુધી પોષણ સંબંધિત સંદેશાઓ પહોંચાડવામાં આવ્યા હતા. વાલીઓ, લાભાર્થીઓ તેમજ મહેમાનોને પૌષ્ટિક નાસ્તા સાથે પોષણના મહત્વ અંગેની સમજણ આપવામાં આવી હતી.
ભુજ ઘટક – ૦૩ના માધાપર સેજાના માધાપર ૦૩ કેન્દ્રમાં પોષણ ભી પઢાઈ ભી અંતર્ગત બાળકો અને વાલીઓને સાથે રાખીને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર તાલુકામાં આવેલી અદાલતમાં ICDS રાપર દ્વારા પોષણ અદાલત કાર્યક્રમ યોજીને વાલીને પોષણ અંગેની જાગૃતિ લાવવા તેમજ ICDSની તમામ યોજના વિષે જાણકારી આપવામાં આવી હતી. રાપરના વ્રજવાણીમાં બાલિકાઓ પોતાના સાંસ્કૃતિક પહેરવેશ તેમજ લોકકળાને ધ્યાનમાં રાખીને ગરબે રમીને પોષણ જાગૃતિ અંગેના કાર્યક્રમમાં સહભાગી બની હતી.
ભુજ ૧ ના સુખપર સેજામાં પોષણ શપથ અને કિશોરીઓનું હિમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સેવા સેતુ કાર્યક્રમાં પોષણ માટેની વિવિધ યોજનાઓ અંગે મહિલાઓને જાણકારી આપવામાં આવી હતી. ગાંધીધામની વિવિધ આંગણવાડી દ્વારા ધાત્રી માતાની મુલાકાત લઈને પોષણ આહાર બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી તેમ સમજાવવામાં આવ્યું હતું.
નખત્રાણાની ઉગેડી પ્રાથમિક શાળામાં પોષણને લગતા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. બાલિકા પંચાયત દ્વારા બાળકીઓને લીડરશીપ લેવા સાથે અન્ય સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથારે કિશોરી શિબિર શાળા કાર્યક્રમમાં હાજર રહીને સરકારશ્રી દ્વારા પોષણ માસની ઉજવણીના ધ્યેય વિશે સૌને સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં બાલિકા પંચાયત, નુક્કડ નાટક દ્વારા પોષણ સંદેશ સાથે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ જેવા પેકેટમાંથી વિવિધ વાનગીઓ બનાવીને તેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. અંજાર ખાતે આયોજિત સેવા સેતુ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો સહિત નાગરિકોએ પોષણમાહ નિમિત્તે પોષણ શપથ લીધા હતા.

Back to top button
error: Content is protected !!