અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મનરેગા ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ પ્રતિઆક્ષેપ :આક્ષેપો સાચા સાબિત નહીં થાય તો તેઓ આક્ષેપકર્તા સામે પાંચ કરોડ રૂપિયાનું માનહાનિ દાવા કરાશે :-મેટ સિકંદરસિંહ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સોમપુર ગામે મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયાનું એક જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે. આક્ષેપ બહાર આવતા જ સમગ્ર ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.આ આક્ષેપોને લઈ ગામના મેટ સિકંદરસિંહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ આક્ષેપો ખોટા છે અને માત્ર બદનામ કરવાની ગણતરીથી કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો આક્ષેપો સાચા સાબિત નહીં થાય તો તેઓ આક્ષેપકર્તા સામે પાંચ કરોડ રૂપિયાનું માનહાનિ દાવા કરશે.આ મુદ્દે ગામજનોમાં બે જુદી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આક્ષેપોને ગંભીર ગણાવી તંત્રે તપાસ કરવી જોઈએ એવી માગણી કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો મેટને નિર્દોષ ગણાવી આક્ષેપોને કાવતરું ગણાવી રહ્યા છે કરોડોનું કૌભાંડ થયું છે કે પછી માત્ર બદનામ કરવાની કોશિશ – તે તપાસ પછી જ સ્પષ્ટ થશે.