
ઝઘડીયા તાલુકા ના ભાલોદ ગામે મોક્ષનાથ મહાદેવ ના મંદીર પાસે થી 5 ફુટ લાંબા અજગરનુ રેસક્યુ કરાયુ
ચોમાસાની ઋતુમાં અવારનવાર સરિસૃપ જીવો જમીનમાંથી અવાર નવાર બહાર નીકડતા જોવા મળે છે સાથે રહેણાક વિસ્તારમાં પણ આવી જતા હોય છે કેટલાક મકાનોમાં પણ આ સરીસૃપો ઘુસી જતા હોય છે, ગત રાત્રીએ ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે રેહણાક વિસ્તાર માં વરસતા વરસાદ માં 5 ફુટ લાંબો અજગર નજરે ચડ્યો હતો અજગર દેખાવની જાણને સ્થાનીકો થતા અજગર ને જોવા લોકો ઊમટી પડ્યા હતા સ્થાનીકો દ્રારા ઝઘડીયા વન વિભાગને જાણ કરતા સેવ એનીમલની ટીમ સ્થળ પર આવી અંદાજીત 5 ફુટ લંબાઈ ધરાવતા અજગરને સહી સલામત રીતે રેસ્કુ કરવામાં આવ્યો તે બાદ વન વિભાગ ને સૌપવા આવ્યો હતો રેસ્કુ ટીમ દ્રારા જણાવાયુ હતુ કે વન વિભાગ દ્રારા અજગર ને જંગલ વિસ્તારમાં નૈસર્ગીક વાતાવરણ માં મુક્ત કરવામાં આવેશે.
ઈરફાન ખત્રી
રાજપારડી




