ARAVALLIDHANSURAGUJARATMODASA

શામળાજી વિસ્તારમાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું – નવજીવન હોટલના કમ્પાઉન્ડમાંથી રૂ. ૮૬,૯૦૦ના ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી વિસ્તારમાં ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું – નવજીવન હોટલના કમ્પાઉન્ડમાંથી રૂ. ૮૬,૯૦૦ના ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ

અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. પોલીસે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કારછા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા ગાંજાના છોડ ઝડપીને એક આરોપીની ધરપકડ કરી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા (અરવલ્લી-મોડાસા)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ તથા વાવેતર સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ અનુસંધાને એસ.ઓ.જી. શાખા અરવલ્લીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાને મળેલી ખાનગી બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફ, સરકારી પંચો, એફ.એસ.એલ. અધિકારી તથા વિડીયોગ્રાફર સાથે નવજીવન હોટલ, કારછા ગામ ખાતે રેડ કરવામાં આવી હતી.

રેડ દરમ્યાન હોટલના પાછળના ભાગે આવેલા રસોડાની દિવાલને અડીને, ગલગોટાના છોડની આડમાં વાવેતર કરેલા વનસ્પતિજન્ય ગાંજાના કુલ બે (૨) છોડ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારી દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરતા તે માદક પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. મળેલા ગાંજાના છોડનું કુલ વજન ૧.૭૩૮ કિલોગ્રામ હતું, જેની અંદાજિત કિંમત રૂ. ૮૬,૯૦૦ થાય છે.તપાસમાં ખુલ્યું કે નવજીવન હોટલના સંચાલક નિમેશકુમાર ઉર્ફે લાલાભાઈ કાંતીલાલ ત્રિવેદી (ઉ.વ. ૫૦)એ પોતાના કબ્જા-ભોગવટાની હોટલના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કર્યું હતું.આ મામલે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત નોંધ નં. ૦૦૦૩/૨૦૨૬ હેઠળ ધ નારકોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોફિક સબસ્ટન્સિસ એક્ટ, ૧૯૮૫ ની કલમ ૨૦(૨)(એ) અને ૮(સી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલ આરોપી:

નિમેશકુમાર ઉર્ફે લાલાભાઈ કાંતીલાલ ત્રિવેદી, ઉંમર ૫૦ વર્ષહાલ રહે. બી/૭૯, શ્યામ બંગ્લો, આશ્રમ ચોકડી, શામળાજી, તા. શામળાજી, જી. અરવલ્લીમૂળ રહે. લક્ષ્મીનારાયણ મંદિર પાછળ, ભીલોડા, તા. ભીલોડા, જી. અરવલ્લી

Back to top button
error: Content is protected !!