ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ખાખરાળા માંથી સફેદ માટીનું ગેરકાયદેસર ખનન ઝડપી મુદ્દામાલ જપ્ત કરી તલાટી-સરપંચ સામે પણ લાલ આંખ
જપ્ત કરાયેલા વાહનોમાં 1 જેસીબી મશીન, 3 ટ્રેક્ટર-ટ્રોલી, 2 ડમ્પર એમ કુલ મળીને રૂ.1,78,60, 000 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો.

તા.18/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જપ્ત કરાયેલા વાહનોમાં 1 જેસીબી મશીન, 3 ટ્રેક્ટર-ટ્રોલી, 2 ડમ્પર એમ કુલ મળીને રૂ.1,78,60, 000 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ખનિજ ચોરો સામે તંત્રએ લાલ આંખ કરી છે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ખાખરાળા ગામમાં ચાલતા ગેરકાયદે ખનન પર ત્રાટકી મોટી સફળતા મેળવી છે નાયબ કલેક્ટર અને તેમની ટીમ ખાનગી વાહનો દ્વારા મૂળીના ખાખરાળા ગામે ધાવડી માં મંદિર પાસે આવેલા સરકારી સર્વે નંબર 52માં આકસ્મિક તપાસ માટે પહોંચી હતી ત્યાં સફેદ માટી ચાઇના ક્લેનું ગેરકાયદેસર રીતે મશીનો દ્વારા ખનન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું તંત્ર દ્વારા સ્થળ પરથી તેમજ સબ ડિવિઝનના અન્ય વિસ્તારોમાંથી કુલ 6 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જેની અંદાજિત કિંમત 1,78,60,000 આંકવામાં આવી છે જપ્ત કરાયેલા વાહનોમાં એક જેસીબી મશીન, ત્રણ ટ્રેક્ટર-ટ્રોલી (ચાઇના ક્લે ભરેલા), બે ડમ્પર (સાદી રેતી ભરેલા) સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે આ મામલે ખાખરાળાના હરીભાઇ જોગરાણા, રાયપરના પ્રવીણભાઈ ગોવાળિયા અને ઉંમરડાના ગોપાલભાઈ તરકટા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તંત્ર દ્વારા ‘ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ રૂલ્સ 2017’ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે એટલું જ નહીં આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર સુધીની કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે ગેરકાયદે ખનન રોકવામાં નિષ્ફળ રહેલા અથવા બેદરકારી દાખવનાર ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવતા સ્થાનિક વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.




