**
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ભુસ્તરશાસ્ત્રીશ્રીની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ દરમ્યાન અંદાજિત ૮૦ લાખનો મુદામાલ અટક કરાયો
*
બિન અધિકૃત રીતે સાદી રેતી ખનીજનું ખનન કરતા ત્રણ ટ્રક, એસ્કેવેટર મશીન અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરાઇ
**
ભરૂચઃ બુધવારઃ- નર્મદાનદી પટ્ટ વિસ્તારમાં બિનઅધિકૃત ખનનની ફરીયાદ ભુસ્તરશાસ્ત્રીશ્રીને મળતા તેમની તપાસણી ટીમ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ઇન્દોર પાસે નર્મદાનદી પટ્ટમાં ગેરકાયદેસર સાદીરેતી ખનીજનું ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા ભુસ્તરશાસ્ત્રીશ્રીને મળેલી બાતમીના આધારે આકસ્મિક તપાસણી હાથ ધરતાં અંદાજિત એસી લાખનો મુદામાલ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જેમાં એક એસ્કેવેટર મશીન તથા ૦૩-ટ્રકો જપ્ત કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે મુકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.