પ્રતિનિધિ:ભાલેજ
તસ્વીર:કુંજન પાટણવાડીયા
આણંદ નજીકના ભાલેજ કુરેશી મહોલ્લામાં ગેરકાયદે ગૌમાતા ની કતલ કરી મોટાપાયે ગોમાંસ ના વેપલા થતાં ની બાતમી આણંદ એલસીબી પોલીસને મળતાં સ્થળ પર પીઆઈ બ્રહ્મભટ્ટ સહિત ટીમે દરોડો પાડતાં આઠસો કિલો ઉપરાંતનો ગોમાંસ નો જથ્થો સાથે દશ જેટલી ગૌમાતા ને બચાવી ચાર શખ્સોને ચારલાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર ગતમાસ ગુજરાત શતાબ્દી દ્વારા ભાલેજ વિસ્તારમાં રાજકીય ઓથ અને તંત્ર ની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર પરપ્રાંત સુધી ગોમાંસ ના વેપલા ની હેરાફેરી થતી હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો.જેના પગલે આજે આણંદ એલસીબી પીઆઇ બ્રહ્મભટ્ટ ને ભાલેજ ના કુરેશી મહોલ્લા માં મોટાપાયે ગૌમાંસના વેપલા થનાર હોવાની બાતમી મળતાં પીઆઈ બ્રહ્મભટ્ટ,પીએસઆઈ પાવરા સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી દરોડો પાડતાં આઠસો કિલો ઉપરાંત નું ગૌમાંસના જથ્થા સાથે દશ જેટલી ગૌમાતાને બચાવી ચાર શખ્સોને ચારલાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
વધુ પ્રાપ્ત માહિતી મુજબ ભાલેજ વિસ્તારમાં રાજકીય ઓથ અને તંત્ર ની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર મોટાપાયે પરપ્રાંત થી આંતર રાષ્ટ્રીય સ્તર સુધી ગોમાંસ ના વેપલા ની હેરાફેરી થતી હોય તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટા રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય ગોમાંસ હેરાફેરી નો પર્દાફાશ થવાની શક્યતા જોવા માં આવી રહ્યા નું જાણવા મળેલ છે.