BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નેશનલ સ્ટોક એક્સચેન્જ બ્રોકરની ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતિને પોલીસે ઝડપી પાડ્યું

ભરૂચ : NSE બ્રોકરની ખોટી ઓળખ આપી ₹63.94 લાખની ઠગાઈ

સમીર પટેલ , ભરૂચ

– RK કાઉન્ટ્રીમાં રહેતા ઠગ શ્રીવાસ્તવ દંપતિની ધરપકડ
– શેરબજારમાં રોકાણના નામે મિત્ર અને પરિચિતોના રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા
– સી ડિવિઝન પોલીસે ભેજાબાજ દંપતીને નડિયાદથી ઉઠાવી લીધું

નેશનલ સ્ટોક એક્સચેન્જ બ્રોકરની ખોટી ઓળખ આપી ખોટા દસ્તાવેજ બનાવી છેતરપીંડી કરનાર વોન્ટેડ આરોપી દંપતીને ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસે નડીયાદ ખાતેથી ઝડપી પાડ્યું હતું. આરોપીઓ બ્રજેશકુમાર શ્રીવાસ્તવ તથા તેમની પત્ની નિશા શ્રીવાસ્તવ અને અંશલાલા શ્રીવાસ્તવ નાઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરું રચી N.S.E.ના નામે ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે રજુ કરી N.S.E ના અધિકારીની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી ઈલેકટ્રોનિક ઉપકરણ દ્વારા પોતાની નેશનલ સ્ટોક એક્ષચેન્જના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી આ ખોટા દસ્તાવેજો ફરીયાદીને રૂબરૂ તથા ઈમેલ તથા વોટસએપ દ્વારા મોકલી ફરીયાદી સાથે છેતરપીડી કરવાના ઈરાદે પરીચય કેળવી મિત્રતાના નામે ફરીયાદી તથા ફરીયદીના ઓળખીતા મિત્રો પાસેથી રૂ.૬૩,૯૪,૦૦૦/-પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈ ફરીયાદી તથા ફરીયાદીના મિત્રો સાથે છેતરપીડી કરી ગુનો આચરી નાસી ગયેલ જે અનુસંધાને આ કામના આરોપીઓને પકડી પાડવા માટે તપાસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ઉંડાણપુર્વકની તપાસ કરતા આ કામના આઓપીઓ હાલ નડીયાદ ખાતે હોવાની માહીતી મળેલ જે આધારે આ કામના આરોપીઓને નડીયાદ ખાતેથી ઝડપી પાડી પોલીસ મથક ખાતે લાવી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!