GUJARATSURAT

ગ્રાહક પંચનો મહત્ત્વનો ચુકાદો; વીમાધારકનું અકસ્માતમાં મોત થાય તો PM રિપોર્ટ જરૂરી નથી

સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મેઈન) એ વીમા ક્ષેત્રે એક મહત્ત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે, જો વીમાધારકનું અકસ્માતમાં અવસાન થયું હોવાનું સાબિત થતું હોય, તો માત્ર પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ ન કરાવ્યો હોવાના ટેકનિકલ કારણસર પર્સનલ એક્સિડેન્ટ વીમો નામંજૂર કરી શકાય નહીં.

ગ્રાહક પંચે આ ચુકાદા સાથે મૃતકના પતિ અને ત્રણ સંતાનને વીમા કંપનીને 2.25 કરોડ રૂપિયાનો ક્લેઈમ વ્યાજ અને વળતર સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

આ કેસ સંજય અગ્રવાલ અને તેમની પત્ની દીપમાલા અગ્રવાલ સાથે સંબંધિત છે. ફરિયાદી સંજય અગ્રવાલની પત્ની દીપમાલા પાસે રિલાયન્સ ફાઈનાન્સિયલ પ્રોટેક્શન પર્સનલ એક્સિડેન્ટ પોલિસી હતી. 4-10-2020ના રોજ દીપમાલા વૃંદાવન સ્ટુડિયો (ઉમરગામ) ખાતે સ્ટેજ પર ઊભા રહી સિરિયલનું શૂટિંગ જોતી હતી, ત્યારે બેલેન્સ ન જળવાતા તે આશરે 10-15 ફૂટ ઊંચેથી નીચે પડી ગયા હતા.

આ અકસ્માતમાં તેમને કમરના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સુરતની મહાવીર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં નિદાન થયું કે કમરની નીચેનો ભાગ પેરેલાઈઝડ થઈ ગયો છે. 25-10-2020ના રોજ સારવાર દરમિયાન કોમ્પ્લીકેશન ઊભા થતાં દીપમાલા અગ્રવાલનું અવસાન થયું હતું. તેના પતિ સંજય અગ્રવાલે જ્યારે 2.25 કરોડ રૂપિયાનો વીમા ક્લેઈમ કર્યો, ત્યારે વીમા કંપનીએ (21-4-2022ના રોજ) દીપમાલાનું પોસ્ટમોર્ટમ કરાવેલું ન હોવાનું અને વીમા પોલિસીની શરતો મુજબ PM રિપોર્ટ રજૂ ન કર્યો હોવાનું કારણ દર્શાવી ક્લેઈમ નામંજૂર કર્યો હતો.

Back to top button
error: Content is protected !!