વાંસદાને નગર પાલિકાનો દરજ્જો આપવા સાંસદે લેખિતમાં રજુઆત કરી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વાંસદા તાલુકાને નગર પાલિકાનો દરજ્જો આપવામાં માટે સાંસદ ધવલ પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને લેખિતમાં રજુઆત કરી છે રજવાડી નગરી તરીકે ઐતિહાસિક મહત્વ ધરાવતું ગામ જેની વસ્તી વર્ષ ૨૦૧૧ ની ગણતરી અનુસાર ૧૫.૦૦૦૦ જેટલી હતી હાલ ૨૫.૦૦૦ સુધી પહોંચતા હાલ વાંસદા ને નગર પાલિકા તરીકે વિકસવાનું યોગ્ય જાણતા લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તાર માં સમાવિષ્ટ વાંસદા તાલુકાના આવતા વાંસદા ગ્રામ પંચાયતને વાંસદા નગરપાલિકાનો દરજ્જો આપવા માટે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. જેમાં વાંસદાને નગરપાલિકાનો દરજ્જો મળે તો આ નગરના વિકાસને ગતિ મળશે અને અહીંના ગ્રામજનોને ઉત્તમ જાહેર સુવિધાઓ પ્રાપ્ત થશે વલસાડ સંસદીય મંડળમાં આવતા નવસારી જીલ્લાના વાંસદા ગામને નગરપાલિકા તરીકે ઘોષિત કરવા ભૂતકાળમાં પણ ખૂબ મહેનત કરવામાં આવી હતી પરંતુ કંઈક કારણોસર નગરપાલિકાનો દરજ્જો મળ્યું ન હતું. આ વાંસદા શહેર એક ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થળ છે અને વર્ષ ર૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર અહીની વસ્તી લગભગ ૧૫૦૦૦ જેટલી હતી, જે હાલમાં વધીને લગભગ ૨૫૦૦૦ સુધી પહોંચી ગઈ છે. વસ્તી તેમજ વિસ્તારના અધારે વાંસદાને નગરપાલિકા તરીકે વિકસાવવાનું યોગ્ય છે. નગરપાલિકા તરીકે ઘોષિત થવાથી વિસ્તારના લોકોને વધુ સારી શહેરી સુવિધાઓ પ્રાપ્ત થશે અને મુખ્યત્વે આદિવાસી સમુદાયને વિવિધ શહેરી વિકાસ યોજનાઓનો સીધો લાભ મળી શકશે. સ્થાનિક લોકોની સુખાકારી અને જીવનશૈલીમાં નોંધપાત્ર સુધારો આવશે જેને ધ્યાને લઈ સાંસદ ધવલભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજુઆત કરતા તાલુકા મથકે ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.